For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં લૂંટ વિથ મર્ડરમાં 23 વર્ષથી ફરાર આરોપી મથુરાથી સાધુવેશમાં ઝડપાયો

12:12 PM Oct 15, 2025 IST | Bhumika
મોરબીમાં લૂંટ વિથ મર્ડરમાં 23 વર્ષથી ફરાર આરોપી મથુરાથી સાધુવેશમાં ઝડપાયો

મોરબી શહેરમાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસતો ફરતો આરોપી મથુરામાં સાધુ બનીને રહેતો હતો અને 23 વર્ષે મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

મોરબી સીટી પોલીસ મથકમા તા. 07-05-2002 ના રોજ ફરિયાદ નોંધાઈ હતી કે ત્રાજપર ખારી વિસ્તારમાં ફરિયાદીની નવી માતા ચંપાબેન (ઉ.વ.60) વાળા એકલા હતા ત્યારે આરોપીએ કપડા વડે ગળેટુંપો દઈને મોત નીપજાવી પહેરેલ દાગીના સોનાના પાટલા, પગમાં પહેરવાના ચાંદીના કડલાની લૂંટ કરી નાસી ગયો હતો સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવતા આરોપીઓ સોનલબેન ઉર્ફે સોનું ઉર્ફે ધર્માવતી નટવરભાઈ પરમાર રહે મૂળ સોખડા તા. વડોદરા અને પ્રેમસિંગ ઉર્ફે ગુડ્ડુ સરમન બધેલ રહે રાજસ્થાન વાળાના નામો ખુલ્યા હતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી સંભવિત સ્થળોએ તપાસ કરતા અને આરોપીઓના વતનમાં તપાસ કરતા મળી આવ્યા ના હતા જેથી પોલીસે વર્ગ અ સમરી ભરી કોર્ટમાં મોકલી આપી હતી અને કોર્ટ દ્વારા બંને આરોપીના વોરંટ જાહેર કરવામાં આવ્યા હતા.

આરોપીઓ છેલ્લા 23 વર્ષથી નાસતા ફરતા હતા જેને ઝડપી લેવા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ કાર્યરત હતી તપાસ દરમિયાન આરોપી પ્રેમસિંગ ઉર્ફે ગુડ્ડુ હાલ ઉત્તરપ્રદેશના મથુરા જીલ્લામાં સાધુનો વેશ ધારણ કરી કોઈ મંદિરમાં રહી સેવા પૂજા કરતો હોવાની બાતમી મળતા ટીમે મથુરા તપાસ કરી હતી અને આરોપી પ્રેમસિંગ બધેલને મથુરા જીલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યો હતો આરોપી ત્રેવીસ વર્ષથી નાસતો ફરતો હતો જેને ઝડપી લેવામાં ટીમને સફળતા મળી છે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement