For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરની સરકારી હોસ્પિટલ પાસે બોલેરો ઈકો ગાડી સાથે અથડાતા અકસ્માત, એકનું મોત

12:13 PM May 12, 2025 IST | Bhumika
પોરબંદરની સરકારી હોસ્પિટલ પાસે બોલેરો ઈકો ગાડી સાથે અથડાતા અકસ્માત  એકનું મોત

Advertisement

પોરબંદરથી 10 કિલોમીટર દૂર સરકારી મેડિકલ કોલેજ સામે રોડ પર પાર્ક કરવામાં આવેલા બોલેરો પાછળ ઇકો કાર અથડાતા બાલાસિનોર તાલુકાના ભોયવાડા ગામના એક યુવાનનું મોત થયું છે જ્યારે પાંચને ઇજા થતા સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલે ખસેડાયા હતાં.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભોયવાડા ગામના ભરત રમેશભાઈ મહેરા નામના 28 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ તથા તેનો ભત્રીજો નિર્મલ ગિરીશભાઇ મહેરા (ઉ.વ.25), ભત્રીજા જમાઇ તુષાર લાલુભાઈ મહેરા (ઉ.વ.21) પાડોશી જીગ્નેશ દશરથભાઈ મહેરા (ઉ.વ.24) વિરલ બુધાભાઈ મહેરા (ઉ.વ.24) અને અનુરાગ અશોકભાઇ ભોય (ઉ.વ.19) વગેરે બધા તેમના ગામેથી ખાનગી ઇકો કાર ભાડે કરી હતી. જેમાં ડ્રાઇવર તરીકે વણાકબોરી ગામના મહેશ ભીખાભાઈ ચૌહાણ હતા. અને તેઓ બધા ફરવા માટે નીકળ્યા હતાં.

Advertisement

આ યુવાનો સોમનાથ દર્શન કરીને રાત્રે દ્વારકા જવા માટે નીકળ્યા હતાં. પોરબંદરથી 10 કિલોમીટર દૂર સરકારી મેડિકલ કોલેજ સામે રાત્રે એકાદ વાગયે રોડ પર પાર્ક બોલેરો પાછળ ઇકો કાર ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો. જીગ્નેશ અને તુષાર ગાડીથી દસ બાર ફૂટ ફેંકાયા હતાં તથા નિર્મલ અને વિરલ ફસાઇ જતાં બહાર કાઢ્યા હતાં. એ દરમિયાન લોકો એકત્ર થઇ ગયા હતા અને જાણ કરતા 108 આવી પહોંચી હતી. અને તમામને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતાં.

આ બનાવમાં તુષાર લાલુભાઈ મહેરા નામનો 21 વર્ષનો યુવાન ગંભીર ઇજાને કારણે મોતને ભેટયો હોવાનું હોસ્પિટલમાં જાહેર કરવામાં આવ્યુ ંહતું જ્યારે અન્ય પાંચ યુવાનને ઇજાઓ થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. અકસ્માતના આ બનાવમાં ભરત રમેશભાઈ મહેરાએ ઇકો કાર ચલાવનાર મહેશ ભીખાભાઈ ચૌહાણ સામે બેદરકારીથી કાર ચલાવીને અકસ્માત સર્જી તુષારનું મોત નીપજાવ્યાનો ગુનો દાખલ કરાવ્યો છે ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
--

Advertisement
Tags :
Advertisement
Advertisement