જેતપુરમાં SIRની કામગીરી દરમિયાન BLO સાથે ગાળાગાળી
જેતપુરમાં મતદાર સુધારણા કાર્યક્રમ જઈંછની કામગીરી દરમિયાન નાજાવાળા પરમાં બીએલઓ ગયા હતા અને ત્યાં નશામાં ધૂત એક શખ્સે બીએલઓ અને તેની ટીમ સાથે અસભ્ય વર્તન કરી ગાળાગાળી કરતા આરોપીની ધરપકડ કરી હતી.
ચૂંટણી પંચ દ્વારા મતદાર સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમાં આ કામગીરી કરતા કર્મચારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે શહેરના નાજાવાળા પરામાં મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત બીએલઓ ઘરેઘરે ફરી રહ્યા હતાં. જેમાં વલ્લભભાઈ ભાખોતરાના ઘરે પહોંચી મતદાર સુધારણા ફોર્મ ભરવા વિશે પડતી મુશ્કેલીઓ વિશે માહિતી આપતા હતાં. ત્યાં તેમનો પુત્ર અશ્વિન ઉર્ફે પપ્પી ત્યાં આવી બીએલઓ અને તેની ટીમ સાથે જેમતેમ બોલાચાલી કરી અસભ્ય વર્તન કરવા લાવ્યો.
અહીંથી ચાલ્યા જાવ અમારે ફોર્મ ભરવા નથી જેવી દલીલો ઉગ્ર ભાષામાં બોલતા બીએલઓએ સમજાવવાની ઘણી કોશિષ કરવા છતાં ન સમજતા બીએલઓ સીટી પોલીસને જાણ કરતા અશ્વિનની નશો કરેલી હાલતમાં ધરપકડ કરી હતી. મતદાર સુધારણા અંતર્ગત બીએલઓ સાથે કરેલા ગેરવર્તન બાબતની રાજકોટ જિલ્લાની આ પહેલી ફરિયાદ હોવાનું જાણવા મળ્યું હતું.
