અપહરણના કેસમાં ફરાર પિતા-પુત્ર મોરબીથી ઝડપાયા
જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં 2023 ની સાલમાં એક સગીરાના અપહરણ અને પોકસો સહિતની કલમ હેઠળ નો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં અપહરણના ગુનામાં મદદગારી કરનાર આરોપી તરીકે મોરબી તાલુકાના ઉંટબેટ શામપર ગામના ઇશાક સલીમભાઈ રાઠોડ, અને તેના પિતા સલીમ ઇબ્રાહિમભાઈ રાઠોડ ને સહ આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, અને તે બંને ફરાર થઈ ગયા હતા.દરમિયાન ઉપરોક્ત આરોપીઓ મોરબી પંથકમાં આવ્યા છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમ સૌપ્રથમ મોરબી પંથકમાં ધામા નાખી આરોપી ઇશાક સલીમ રાઠોડ ને ઝડપી લીધો હતો, અને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો હતો.ત્યારબાદ તેના પિતા સલીમ ઇબ્રાહીમભાઇ રાઠોડ, કે જે પણ ફરારી રહ્યા હતા, જેને ગઈકાલે રાત્રે ભાદરા પાટિયા પાસેથી ઝડપી લીધા છે, અને જામનગર લઈ આવ્યા બાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.