શાપરમાં ત્યક્તાને પાડોશી મહિલા સહિતના ત્રણ શખ્સોએ માર માર્યો
શાપર - વેરાવળમા આવેલ અવધ રેસીડેન્સીમા રહેતી ત્યકતા સાથે પાડોશમા રહેતી મહીલા સહીતનાં 3 શખસોએ ઝઘડો કરી માર માર્યો હતો. ત્યકતાને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવી હતી. હુમલાખોર શખસ દારૂનાં નશામા મધરાત્રે દરવાજો ખખડાવતો હતો. અને અગાઉ રૂ. 30 હજાર અને સોનાનો દાણો લઇ ગયો હોવાનો આક્ષેપ કર્યો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમા આવેલ અવધ રેસીડેન્સીમા રહેતી હંસાબેન ખોડાભાઇ સરવૈયા નામની 3પ વર્ષની યુવતી બપોરનાં સમયે પોતાનાં ઘરે હતી ત્યારે પાડોશી પુજાબેન અને ભાવેશ સહીતનાં 3 શખસોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. યુવતીને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી.
પ્રાથમીક પુછપરછમા હંસાબેનનાં છુટાછેડા થઇ ગયા બાદ તે એકલા રહે છે અને કારખાનામા કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે . હુમલાખોર ભાવેશ મધરાત્રે દારુનાં નશામા દરવાજો ખખડાવી ત્રાસ આપે છે. અને અગાઉ ભાવેશ રૂ. 30 હજાર અને સોનાનો દાણો લઇ ગયો હતો. જે પરત નહી આપતા લોધીકા પોલીસમા ફરીયાદ કરી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપનાં પગલે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.