રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મિત્રના બર્થ-ડેની પાર્ટીમાં સુરેન્દ્રનગર ગયેલા રાજકોટના યુવાનની હત્યા

11:14 AM Nov 15, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અગાસી પર ચાલી રહેલી પાર્ટીમાં સાળા-બનેવીને ડખો થયો ને ધક્કો મારતા નીચે પટકાયેલા યુવાનનું મોત

સુરેન્દ્રનગર શહેરની સીંધી સોસાયટીમાં રહેતો યુવાન હાલ રાજકોટમાં રહી ખાનગી નોકરી કરતો હતો. મિત્રનો જન્મ દિવસ હોઈ તા. 13મીના રોજ તે સુરેન્દ્રનગર આવ્યો હતો. ત્યારે રાતના સમયે ઉમિયા-3 સોસાયટી પાસે આવેલ કોમ્પ્લેક્ષના ધાબે પાર્ટી દરમિયાન એક યુવાન સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં સાળા-બનેવીએ નીચે ધક્કો મારી દેતા મોત થયુ હતુ. બનાવની શહેરના બી ડીવીઝન પોલીસ મથકે સાળા-બનેવી સામે ફરિયાદ નોંધાઈ છે. બન્ને આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાઈમની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. શહેરમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગરની સીંધી સોસાયટીમાં રહેતો 34 વર્ષીય ચંદનભાઈ જગદીશભાઈ પરમાર હાલ રાજકોટ રહે છે. અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તા. 13ના રોજ તેના મિત્ર સુરેન્દ્રનગર રહેતા હીતેશ મકવાણાનો જન્મ દિવસ હોઈ તે સુરેન્દ્રનગર આવ્યો હતો. અને રાતના સમયે વઢવાણના નવા 80 ફુટ રોડ પર આવેલ ઉમીયા-3 સોસાયટીના ગેટ પાસે ર માળના કોમ્પલેક્ષના ધાબે તેઓ પાર્ટી કરતા હતા. આ સમયે નવજીવન સોસાયટીમાં રહેતો વિશાલ વીરજીભાઈ સોલંકી અને તેનો સાળો પાર્થ વાઘેલા પણ હાજર હતા. પાર્ટીના સમય દરમીયાન વિશાલ અને ચંદનને બોલાચાલી થઈ હતી.

જેમાં વિશાલ અને પાર્થે ચંદન સાથે ઝપાઝપી કરી હતી. અને કોમ્પલેક્ષના ધાબા ઉપરથી નીચે ધક્કો મારી દેતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. બનાવની જાણ થતા આસપાસ લોકો ઉમટી પડયા હતા. જયારે બી ડીવીઝન પીએસઆઈ એસ.એમ.શેખ સહિતનાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને મૃતકની લાશને પીએમ માટે ગાંધી હોસ્પીટલ લઈ જવાઈ હતી.

આ બનાવમાં મૃતક ચંદનના પિતા જગદીશભાઈ સોમાભાઈ પરમારની ફરિયાદને આધારે બન્ને સાળા-બનેવી સામે હત્યાનો ગુનો નોંધાયો છે. આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

મૃતકના ભાઈ મુકુંદ જગદીશભાઈ પરમારે જણાવ્યુ કે, હું કામસર તા. 13મીએ ભાવનગર ગયો હતો. જયાં મને ફોન દ્વારા ચંદનનું કોમ્પલેક્ષના ધાબા પરથી પડવાથી મોત થયાની જાણ થઈ હતી. એથી સુરેન્દ્રનગર આવીને જોતા ચંદનનો મૃતદેહ જોવા મળ્યો હતો. ધાબા પરથી પ્લાસ્ટીકના ગ્લાસ અને ચંદનની તુટેલી ઘડીયાળ મળી આવી છે. આથી બનાવ સમયે તેની સાથે ઝપાઝપી કરાઈ હતી.

મશ્કરીનો મામલો હત્યા સુધી પહોંચ્યો

મિત્ર હિતેશની બર્થડે પાર્ટી કરી રહેલા ચારેય વચ્ચે સામાન્ય મશ્કરીઓ ચાલતી હતી. ત્યારે આવેલો વિશાલ તેની સાથે તેના સાળા પાર્થ વાઘેલાને લઈને આવ્યો હતો. અને ચંદન સાથે ઓળખાણ કરાવી હતી. આ સમયે તારો સાળો એ મારો સાળો તેમ ચંદને કહેતા મામલો બીચકયો હતો. અને વિશાલ તથા ચંદન વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલી ઉગ્ર બની હતી.

ન્યાયની માગણી સાથે લાશ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો

મૃતક ચંદનના મૃતદેહનું પીએમ થયા બાદ પરિવારજનોએ પોલીસને આરોપીઓને પકડો ત્યારબાદ જ લાશ સ્વીકારાશે તેમ કહીને ઈન્કાર કરી દીધો હતો. આથી ડીવાયએસપી વી. બી. જાડેજા ગાંધી હોસ્પિટલ દોડી ગયા હતા અને મૃતકને ન્યાય મળશે તેવી કાર્યવાહીની ખાતરી આપી હતી. અને બે આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. આથી મોડી સાંજે પરિવારજનોએ લાશને સ્વીકારી અંતીમ સંસ્કાર કર્યા હતા.

Tags :
crimegujaratgujarat newsmurderSurendranagarSurendranagar news
Advertisement
Next Article
Advertisement