ભાવનગરનો યુવાન ફોરેસ્ટ ભરતીમાં મિત્રના બદલે પરીક્ષા આપતા ઝડપાયો
ભાવનગર જિલ્લાના તળાજા પંથકના ભેજાબાજો દ્વારા ભૂતકાળમા થયેલા મહાડમી કાંડ ના પર્દાફાશ બાદ ભાવનગર પોલીસે કરેલ કાર્યવાહી બાદ ફરી ને તળાજાના પીપરલા ગામના બે યુવકો દ્વારા ફોરેસ્ટ ની ભરતી મા ગેરરીતિ આચર્યાનો પર્દાફાશ થયોછે.ડમી તરીકે ગ્રાઉન્ડ ની પરીક્ષા આપનાર અને મુખ્ય ઉમેદવાર એમ બે વ્યક્તિ વિરુદ્ધ ગાંધીનગર સેક્ટર-21 મા ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મહાડમી કાંડ ઝડપાયા બાદ પણ અહીં કોઈ કાયદા થી ફાટી પડતું નથી!.આ શબ્દો ચર્ચાની એરણે એટલા માટે છેકે ફોરેસ્ટ વિભાગ દ્વારા લેવાયેલ પરીક્ષામા ફરીને તળાજા ના પીપરલા ગામના બે યુવકોના નામ ખુલ્યાછે.
ગાંધીનગર વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રામદેવસિંહ ગોહિલ એ અલંગ પોલીસ મથક નીચે આવતા પીપરલા ગામના બે યુવકો હરેશ ભોળાભાઈ બારૈયા અને કનું ગોબરભાઈ ચૌહાણ વિરુદ્ધ ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.આરોપ છેકે ફોરેસ્ટ દ્વારા ભરતી સંબધિત લેવામાં આવી રહેલ ગ્રાઉન્ડ ક્લિયરન્સ ની પરીક્ષામા મૂળ પરિક્ષાર્થી હરેશ બારૈયા ની જગ્યાએ તેનો મિત્ર કનું ચૌહાણ આવ્યો હતો.બધાજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામા આવ્યા હતા તેમા ડમી તરીકે તંત્રની આંખમાં ધુળ નાંખી શક્યોહતો.પરંતુ છેલ્લે બાયોમેટ્રિક વેરિફિકેશન સમયે ડેટા મેચ ન થતા આખરે ઝડપાઇ જતા ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓને ડમી પરિક્ષાર્થી ઝડપાયા ની જાણ થતાંજ પ્રાથમિક પૂછપરછમાજ આરોપી તંત્ર સામેં ટકી ન શકતા કબૂલાત આપતા પોલીસ ને જાણ કરવામાં આવતા રંગેહાથ ઝડપાયેલા કનું ચૌહાણ ને સોંપવામાં આવેલ.
ઇન્વેસ્ટિગેશન કરી રહેલ પો.સ.ઇ ઝાલા એ જણાવ્યું હતુ કે કનુ ને કોર્ટમાં રજૂ કરી બે દિવસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.મૂળ પરિક્ષાર્થી હરેશ બારૈયા મિત્ર હોય તેનાથી ગ્રાઉન્ડ ક્લિયર થતું નહોય તેના કહેવાથી ડમી તરીકે આવેલ હોવાનું જણાવ્યું હતુ. હાલ જેલ હવાલે કરવામાં આવેલ છે.
તમામ ડોક્યુમેન્ટ ખોટા છતાંય ચાલ્યું!
સત્તાવાર સાધનોએ જણાવ્યું હતુ કે આરોપી હરેશ બારૈયા અને કનું ચૌહાણ એ બંને એ એવા ડોક્યુમેન્ટ તૈયાર કર્યાહતા કે એન્ટ્રીથ લઈ ને છેક બાયો મેટ્રિક વેરિફિકેશન સુધી તમામ ડોક્યુમેન્ટ ખોટા હોવા છતાંય ચાલ્યા.ઝફપાયો કેમ? તે પ્રશ્ને જણાવ્યું હતુ કે હરેશ બારૈયા એ લેખિત પરીક્ષા આપી પાસ થયો હતો. એ સમયે તેના ફિંગર થી લઈ બાયો મેટ્રિક ડેટા જે લેવામાં આવ્યા હોય તેની સાથે મિત્ર કનુના ચેક ન થતા આખરે રંગેહાથ ઝડપાઇ ગયેલ.
હરેશને શોધવા ભાવનગર પોલીસ પણ એક્શન મોડમા
સ્થાનિક પોલીસે જણાવ્યું હતુ કે ડમી કાંડ બાબતે હરેશ બારૈયા ને શોધવામાટે મળેલ સૂચના ને લઈ પોલીસ ટીમ બનાવાઇ છે.માનવ સોર્સીસ અને ટેકનોલોજી બંને નો સહારો લેવામાં આવ્યોછે.પોલીસ બે દિવસ થી શોધી રહી છે. હાલ ફરાર છે.
ચમરબંધી ને નહિ છોડવાની માત્ર વાતો: યુવરાજસિંહ
ભાવનગર જીલ્લામાથી સરકારના વિવિધ વિભાગોમા ગેરરીતિ આચર્યા નો સૌથીમોટો પર્દાફાશ સમયે કોઈ ચમરબંધી ને છોડવામા નહિ આવેના દાવા મામલે યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે સરકાર માત્ર વાતો કરી રહીછે. જો કડક પગલાં લીધા હોત તો આજે આ બન્યું ન હોત.તળાજા પંથકના લોકો તો ત્યાં સુધી કહેછે તમે ગમે તેટલું કરો સરકારી નોકરીઓ માટે અહીં ગેરરીતિ આચરવાની બંધ નહિ થાય.