વીરમગામ નજીક થોરી મુબારક ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત
યુવાન કમરમાં દોરડુ બાંધી નાહવા ગયો હતો અચાનક દોરડુ છૂટી જતાં અંદર ખાબક્યો
વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર થોરી મુબારક ગામ પાસે પસાર થતી નર્મદાની સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાં કમરમાં દોરડુ બાંધીને નાહવા પડેલો યુવક દોરડુ છુટી છતા ડૂબી જતા મોત નીપજ્યુ છે.
વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની નર્મદા કેનાલમાં કાર લઈને પસાર થતા પ્રજ્ઞોશ રમેશભાઈ દંતાણી (ઉ.વ.19) એ કાર પાર્ક કરીને કેનાલમાં કમરમાં દોરડું બાંધીને નાહવા પડયો હતો. દરમિયાન કેનાલમાં એકાએક કમરમાંથી દોરડું છૂટી જતા યુવકને પાણીમાં તરતા આવડતું ન હોય ડુબી ગયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાને પોલીસ ઘટના સ્થળે પહોંચીને શોધખોળ કરી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વિરમગામ રૃરલ પોલીસે તપાસ હાથ ધરી હતી.