ભાવનગરમાં વ્યાજે લીધેલા નાણાની ઉઘરાણીમાં હીરાઘસુ યુવાનની હત્યા
ભાવનગર શહેરના સાગવાડી વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા યુવકનો બોરતળાવ પાસેની ખુલ્લી જગ્યામાં હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા યુવકની વ્યાજે લીધેલા પૈસાની લેતી-દેતી મામલે હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કાળિયાબીડ નજીક બોરતળાવની ખુલ્લી અને અવાવરૂૂ જગ્યામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા અને નિલમબાગ પોલીસ સ્ટેશન તથા એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થલે દોડી ગયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની તિક્ષ્ણ હથિયારો વડે હત્યા થઈ હોવાની શક્યતા જણાઈ આવી હતી. જેના પગલે નિલમબાગ પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પેનલ પીએમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.
અને તેની ઓળખની તજવીજ હાથ ધરી હતી. પોલીસની તપાસમા મૃતદેહ ભાવનગર શહેરના જુની દરબારી સાગવાડી પારીજાત સ્કુલવાળા ખાંચામાં રહેતા પ્રદિપભાઈ ઉર્ફે ઘુઘો ઝવેરભાઈ ડાભી નામના 36 વર્ષીય યુવકનો હોવાનું ખુલ્યું હતું. વ્યવસાયે હીરાના કારખાનામાં હીરા ઘસતા રત્ન કલાકાર યુવકની પૈસાની લેતીદેતી મામલે કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં ખુલતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો.
દરમિયાનમાં બનાવ અંગે મૃતક યુવકના નાના ભાઈ પરેશભાઈ ઝવેરભાઈ ડાભીએ હોસ્પિટલ આવી મૃતદેહની ઓળખ કરી હતી. જયારે, બનાવ અંગે પરેશભાઈએ નિલમબાગ પોલીસ મથકમાં વિશાલ ભગાભાઈ સોહલા (રહે.ભાંગલીગેટ, ભાવનગર) અને નિરવ દિનેશભાઈ સોહલા (રહે.ભાવનગર) વિરૂૂદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના મોટાભાઈ અને મૃતક યુવક એવા પ્રદિપભાઈ હીરા ઘસવાનું કામ કરતા હોય અને તેમને રૂૂપિયાની જરૂૂરિયાત ઉભી થતાં વિશાલ ભરવાડ પાસેથી વ્યાજે રૂૂપિયા લીધાં હતા. જેથી વિશાલ અવારનવાર તેમના ઘરે તથા ઘર પાસે આવેલા પાનના ગલ્લા પાસે આવી તેમના ભાઈ પ્રદિપભાઈ પાસે વ્યાજે આપેલા રૂૂપિયાની ઉઘરાણી કરતો હતો. જેમાં પ્રદિપભાઈ તેની સાથે વાતચીત કરી પરત આવી જતાં હતા. ઘણીવાર તેમના પિતા પણ વિશાલતથા નિરવને કહેતા કે ‘હીરાના કારખાના ખુલે એટલે તમારા રૂૂપિયા ભરી આપીશું’ પરંતુ ગત બુધવાર રાત્રિના સમયગાળામાં ઉક્ત બન્ને શખ્સો તેમના ઘરે આવ્યા હતા. જયાં મૃતક બન્ને શકશો એ સાથે તેમની બાઈક પર બેસીને બહાર ગયો હતો. ત્યાર બાદ આજે સવારે તેમનો બોરતળાવ નજીક નિર્જન સ્થળેથી મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ઉક્ત બન્ને શખ્સોએ વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી બાબતે દાઝ રાખી તિક્ષ્ણ હથિયારો વડે તેમના ભાઈની હત્યા કરી મૃતદેહને નિર્જન સ્થળે છોડી નાસી છૂટયા હતા. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે બન્ને હત્યારા વિરૂૂદ્ધ હત્યા સહિતની કલમ અન્વયે ગુન્હો નોંધી ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળેલ છે.