ડ્રીમ-11માં એક કરોડ જીતનાર યુવક સાથે 30 લાખની ઠગાઇ
ટેક્સના નામે ગઠિયાએ બનાવટી એકાઉન્ટ ખોલી પૈસા ખાતામાં મેળવી લેતા ફરિયાદ નોંધાઇ
ઓનલાઈન ગેમિંગના યુગમાં, શહેરના વટવામાં જ્યાં ડ્રીમ-11 ગેમમાં એક કરોડ રૂૂપિયા જીતનાર યુવક સાથે મોટી છેતરપિંડી થઈ છે. ગઠિયાએ યુવકના નામે બનાવટી એકાઉન્ટ ખોલાવીને તેના જીતેલા રૂૂપિયા પોતાના હોવાનો દાવો કર્યો છે. વટવામાં રહેતા અને ટેક્સટાઇલ કંપનીમાં નોકરી કરતા 30 વર્ષીય અમિત રમાકાંત ત્રિવેદી છેલ્લા છ વર્ષથી ડ્રીમ-11 ગેમ રમતા હતા. ક્રિકેટની ટીમો બનાવીને તેઓ થોડા ઘણા રૂૂપિયા કમાઈ લેતા હતા. પરંતુ, આ વર્ષે એપ્રિલ મહિનામાં અમિત ત્રિવેદીને જાણે લોટરી લાગી. તેઓ ડ્રીમ-11માં એક કરોડ રૂૂપિયા જીત્યા હતા.
નિયમ મુજબ, રૂૂપિયા એક કરોડમાંથી TDSના 29 લાખ રૂૂપિયા કપાયા અને બાકીના 70 લાખ રૂૂપિયા ગેમિંગ એપ્લિકેશનના વોલેટમાં જમા થયા, જે યુવકે પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરી દીધા હતા. આ મોટી રકમ જીત્યા બાદ અમિતે પોતાનો નવો વ્યવસાય શરૂૂ કરવાનું નક્કી કર્યું અને તે માટે GST નંબર મેળવીને વર્ષ 2022-2023 અને 2025-2026ના ટેક્સ રિટર્ન પણ ભર્યા.
સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે અમિતને ટેક્સ રિફંડના રૂૂપિયા તેના એકાઉન્ટમાં જમા ન થયા. આ અંગે તપાસ કરવા માટે યુવક તેના સીએની ઓફિસે પહોંચ્યો. તપાસ કરતા જાણવા મળ્યું કે ટેક્સ રિફંડના રૂૂપિયા પંજાબ નેશનલ બેંકના એક ખાતામાં જમા થયા છે. આ જાણીને અમિત ચોંકી ઉઠ્યો, કારણકે તેનું પંજાબ નેશનલ બેંકમાં કોઈ ખાતું હતું જ નહીં.
વધુ તપાસમાં ભાંડો ફૂટ્યો કે પશ્ચિમ બંગાળના દિનહાતા બ્રાંચમાં કોઈ અજાણ્યા ગઠિયાએ અમિત ત્રિવેદીના નામ અને દસ્તાવેજોનો ઉપયોગ કરીને બનાવટી બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. એટલું જ નહીં, આ ગઠિયાએ આ નકલી એકાઉન્ટમાં ટેક્સ રિફંડના રૂૂપિયા મેળવી લીધા હતા. આ ઉપરાંત, ગઠિયાએ ડ્રીમ-11માં જીતેલા રૂૂપિયા અને ઝઉજના 29 લાખ રૂૂપિયા પર પણ પોતાનો દાવો કર્યો હતો.
છેવટે, પોતાની સાથે થયેલી આ ગંભીર છેતરપિંડી બાદ અમિત ત્રિવેદીએ તાત્કાલિક વટવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને બનાવટી એકાઉન્ટ ખોલાવનાર અને છેતરપિંડી કરનાર શખ્સની શોધખોળ શરૂૂ કરી છે. ડિજિટલ યુગમાં આ પ્રકારના કિસ્સાઓ ઓનલાઈન વ્યવહારો અને વ્યક્તિગત દસ્તાવેજોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરે છે.