જમીનના સોદામાં 50 લાખની ઠગાઇ કરી 6 શખ્સોએ ધમકી આપતા યુવાને વખ ઘોળ્યું
શહેરમાં ગુરૂૂ પ્રસાદ ચોકમાં રહેતા જમીન લે વેચના ધંધાર્થીએ ભાગીદારીમાં જમીનનો સોદો કરવા રૂૂ.50 લાખનું ટોકન આપ્યું હતું. બાદમાં ભાગીદાર સહિતની ટોળકીએ જે જમીનના રૂૂપિયા લઇ અન્યને આપી દેતા ખેડૂતે દસ્તાવેજ કરી આપ્યા ન હતા અને છ શખ્સોએ ધમકી આપ્યાની સુસાઇડ નોટ લખી યુવાને કટારીયા ચોકડી પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ગુરૂૂ પ્રસાદ ચોકમાં રહેતા જમીન લે વેચ ના ધંધાથી અશ્વિન વિનુભાઈ ઘવા નામનો 32 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ કટારીયા ચોકડી નજીક હતો. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં અશ્વિન ઘવા પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી જે સુસાઇડ નોટમાં તેને ઉલ્લેખ કર્યો હતો કે ચાર માસ પહેલા ધાર્મિક તિલાળા ઉર્ફે ધમા સાથે 50 ટકાની ભાગીદારીમાં ભંડારીયા ગામના વેલજીભાઈ લક્ષ્મણભાઈ વનારીયા, ગોરધનભાઈ લક્ષ્મણભાઈ વનારીયા અને અશોકભાઈ વનારીયા પાસેથી જમીન ખરીદવા સોદો કર્યો હતો.
જેના અશ્વિનભાઈ ઘવાએ રૂૂ.50 લાખ ટોકન પેટે આપ્યા હતા જે જગ્યાની કાચી ચિઠ્ઠી તથા મોબાઈલ પ્રુફ અશ્વિનભાઈ પાસે હાલમાં છે અને ત્યારબાદ દસ્તાવેજ કરવા માટે અશ્વિનભાઈ ઘવા ખેડૂત પાસે ગયા હતા ત્યારે તેમને જાણવા મળેલ કે આ જગ્યા બીજા ચીટર ગેંગ દ્વારા બીજી વ્યક્તિ પાસેથી રૂૂપિયા લઈને ખેડૂતને બીજું ટોકન આપી દીધેલ છે જેથી ખેડૂત દસ્તાવેજ કરવા તૈયાર નથી અને જમીનના સોદાના ભાગીદાર ધાર્મિક ઉર્ફે ધમો ટીલાળા, કાળુ બીજલ મુંધવા, વિનુ પરમાર, પરસોત્તમ, ખોડુભાઈ બાંભવા અને વિપુલ સુસરા ધાક ધમકી આપતા હોવાથી ઝેરી દવા પી આત્મહત્યા કરું છું તેવો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. અશ્વિન ઘવા પાસેથી મળી આવેલી સુસાઇડ નોટના આધારે તાલુકા પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.