For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના પંચાસરમાં પિતરાઇના ઝઘડામાં યુવકનું ચાર શખ્સે અપહરણ કરી માર માર્યો

02:11 PM Mar 26, 2025 IST | Bhumika
મોરબીના પંચાસરમાં પિતરાઇના ઝઘડામાં યુવકનું ચાર શખ્સે અપહરણ કરી માર માર્યો
oplus_2097184

મોરબીના પંચાસર ગામમાં પિતરાઈ ભાઈના ઝગડામાં યુવકનું ચાર શખ્સોએ બાઈકમાં અપહરણ કરી ઘરે લઈ જઇ માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીના પંચાસર ગામે રહેતો ઈરફાન મહમદભાઈ પરમાર નામનો 22 વર્ષનો યુવાન સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે લાલિયો, અક્રરમ, વિશાલ અને જુનેદ નામના શખ્સોએ ધોકા વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત ઈરફાન પરમાર બુટ ચપલની દુકાનમાં નોકરી કરે છે અને પરિવારને આર્થિક મદદ કરે છે ઇરફાન પઠાણના પિતરાઇ ભાઈ શાહરૂૂખને બે મહિના પહેલા હુમલાખોર શખ્સો સાથે ઝઘડો થયો હતો જે ઝઘડાનો ખાર રાખી હુમલાખોર શખ્સોએ પંચાસર રોડ આંતરી બાઇકમાં અપરણ કરી લઈ જઇ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement