મુંજકામાં પ્લોટમાં બેકરી ચાલુ કરવા મામલે યુવાનને બેફામ માર મારી હાથ ભાંગી નાખ્યો
મુંજકા ગામ આત્મીય હોસ્ટેલ પાછળ રહેતા યુવાનને તેના પાડોશી ખુલ્લા પ્લોટમાં બેકરી ચાલુ કરતા હોય તેઓને બેકરી નહીં ચાલુ કરવા અગાઉ જણાવ્યું છતાં આરોપીએ યુવાનને મારમારી હાથ ભાંગી નાખતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,ધવલભાઇ નવીનચંદ્રભાઈ ચૌહાણ (ઉ.વ.30)એ ફરિયાદમાં તેમના પાડોશી પ્રશાંત ડાંગરનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.ધવલે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા ધંધા ને લગતા સોફ્ટવેર બનાવવાના ધંધાની ઓફિસ ધરાવી ધંધો કરું છું.તારીખ 16/6ના રોજ બપોરના હું મારી ઓફિસ ખાતે હાજર હોય અને રાજકોટ જીઈબી ઓફિસ ખાતે મારા પીજીવીસીએલના મીટરના ફોટા વોટ્સઅપ કરવાના હોય જેથી હું મારી ઓફિસના મીટર પાસે જતો હોય તે દરમિયાન અમારી બાજુમાં સ્વીટ ડિલાઇટ નામની બેકરીના માલિક પ્રશાંતભાઈ ડાંગર કે જેવો છેલ્લા પાંચ વર્ષથી બેકરી ચલાવતા હોય અને હું મારા મીટર નો ફોટો જીઈબી માં મોકલતો હોય તે દરમિયાન પ્રશાંતભાઈ મારી પાસે આવી અહીંયા શું કરે છે ? તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા.
જેથી મેં તમો ગાળ શું કામ આપો છો તેમ કહેતા આ પ્રશાંતભાઈએ મને હાથ પગ વડે ઢીકા પાટુ નો માર મારવા લાગેલ અને કાંઠલો પકડી જોરથી છાતીના ભાગે પોતાના હાથ મારી નીચે પછાડી દીધેલ અને મારી ઉપર ચડી ફરી વખત ડાબી બાજુ કાનના ભાગે ઢીકા મારવા લાગેલ ત્યાં માણસો એકઠા થઇ જતા વધુ મારમાંથી છોડાવેલ હતો અને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા એક હાથમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું.આ બનાવનું કારણ એ હોય કે બેકરી ધરાવતા પ્રશાંતભાઈ ડાંગર જેવો છેલ્લા પાંચ વર્ષથી પોતાની બેકરી ચલાવતા હોય જે અનુસંધાને આજુબાજુ રહેણાંક વિસ્તાર હોય જેથી બેકરીમાં નવી બનતી વસ્તુને હિસાબે શ્વાસ લેવામાં આજુબાજુના માણસોને તકલીફ પડતી હોય અને આ પ્રશાંત ડાંગરે ત્યાં એક ખુલ્લો પ્લોટ લીધેલ હોય અને ત્યાં બીજી પોતાની નવી બેકરી ચાલુ કરવા અર્થે ખુલ્લા પ્લોટમાં છાપણી કરતા તેમને વિસ્તારના લોકો સમજાવતા સારું નહીં લાગતા હુમલો કર્યો હતો.આ મામલે યુનિવર્સિટી પોલીસના સ્ટાફે ગુનો નોંધયો હતો.