મોરબીના બેલા ગામે સાઈડમાં ઉભા રહેવાનું કહેતા યુવાન ઉપર છરીથી હુમલો
હળવદના દેવળિયા ગામે પરિણીતાએ વખ ઘોળ્યું
મોરબીના બેલા ગામે રહેતો યુવાન ફાકી ખાવા ગયો હતો ત્યારે દુકાને ઉભેલા શખ્સને સાઈડમાં ઉભુ રહેવાનું કહેતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીના બેલા ગામે રહેતો આરીફ હાજીભાઈ જામ નામનો 25 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં પાનની દુકાને ફાકી ખાવા ગયો હતો ત્યારે ફીરોજને સાઈડમાં જવાનું કહેતાં ફીરોજ અને મોહસીન સહિતના ત્રણ શખ્સે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ ઉપરાંત બીજા બનાવમાં હળવદના દેવળીયા ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલી છાયાબેન જીતુભાઈ નાયકા નામની 28 વર્ષના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.