હુડકો ચોકડી પાસે નાણાંની ઉઘરાણી કરી યુવાન પર છરી વડે હુમલો
શહેરની હુડકો ચોકડી પાસે નાણાની ઉઘરાણી કરી યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કરી ગળામા છરી ઝીકી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમા સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયો છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટીમા રહેતો નીતીન ભરતભાઇ સરવૈયા (ઉ.વ. ર9) નામનો યુવાન ગત રાત્રે હુડકો ચોકડી પાસે હતો ત્યારે સંજય ગોસ્વામી અને અજયે આવી ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી ગળામા છરી ઝીકી દીધી હતી. જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો.
આ અંગે ઇજાગ્રસ્ત નીતિન સરવૈયાએ નોંધાવેલી ફરિયાદમા જણાવ્યા મુજબ તેણે આરોપી સંજય ગોસ્વામી પાસેથી રૂ. રપ00 લીધા હોય જેની ઉઘરાણી કરતા તેણે બે-ત્રણ દિવસમા પૈસા આપી દેવાનુ કહેતા બંને શખ્સોએ ઝઘડો કરી હુમલો કર્યો હતો.
આ અંગે પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.