ચલાલાની પરિણીતા પર સાવરકુંડલા, ધારી અને સુરત લઇ જઇ યુવકનું દુષ્કર્મ
ચલાલામાં રહેતી એક પરિણિત મહિલાને સરંભડા ગામનો યુવક લગ્ન કરવાની લાલચ આપી બાઇક પર બેસાડી સાવરકુંડલા, ધારી અને સુરત ખાતે લઇ જઇ દુષ્કર્મ ગુજારી મહિલાના પિતા અને ભાઇને મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે ચલાલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
ચલાલામા રહેતી 30 વર્ષીય પરિણિત મહિલાએ ચલાલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે આજથી ચારેક માસ પહેલા સરંભડામા રહેતા અજય ગોવિંદભાઇ દાફડા નામના યુવકે તેને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમા લઇ ચલાલા બસ સ્ટેન્ડમાથી બાઇક પર બેસાડી સાવરકુંડલા અને ધારી ખાતે લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. બાદમા મહિલાને સુરત લઇ જઇ ત્યાં પણ દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને પોતે દવા પી જશે તેવી ધમકી આપી હતી. આ યુવકે લગ્ન કરવાની ના પાડી હતી અને મહિલાના પિતા અને ભાઇને મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ એ.ડી.ચાવડા ચલાવી રહ્યાં છે.