તળાજા નજીક બાઈક સવાર યુવાનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમા કાળચક્ર ફરતું હોય તેમ 2 કલાક મા અલગ અલગ બે અકસ્માત બન્યા હતા જેમાં બે યુવકો ના વાહન ને લઈ મૃત્યુ થયા છે.હબુકવડ ગામના પટેલ યુવાન બાઈક લઈને ટીમાણા ગામના વળાંક માંથી પસાર થતા હતા એજ સમયે સામેથી આવતા બોલેરો સાથે અકસ્માત સર્જાયો હતો જે યુવકને મૃત્યુલોક લઈ ગયેલ.
તળાજા પંથકમા વાહન અકસ્માત ને લઈ કંધોતર મોત ને ભેટી રહ્યા છે.હબુકવડ ગામના ખેડૂત પરિવાર ના કાકડીયા હરેશ વેલજીભાઈ ઉ.વ.35 આજે બપોરે બાઈક નં.જીજે04-ડીજી-9271 ઉપર સવાર થઈને ટીમાણા નજીક સીધેશ્વર સ્કૂલ પાસેના વળાંક માંથી પસાર થઈ રહ્યા હતા.એજ સમયે સામેથી આવતા બોલેરો નં.જીજે 32-ટી 1474 સાથે અકસ્માત થતા હરેશ કાકડીયા ને ગંભીર ઇજાઓ થતા દિહોર 108 દ્વારા તળાજા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ હતા.બોલેરો ચાલક હબુકવડ ગામના દિલુભાઈ કેશુભાઈ મોભ ની માલિકી નો હોવાનું અને દિલુભાઈ ને અગાઉ પણ એક અકસ્માત થયેલ હોવાનું અહીંથી જાણવા મળ્યું હતું.મૃતક નો દીકરો સુરત જ્યારે દીકરી અમરેલી ખાતે અભ્યાસ કરે છે. (તસવીર:વિપુલ હિરાણી)