દવા લઇને પરત ફરતા યુવકને ઇન્ડીકેટર કેમ ચાલુ ન કર્યુ તેમ કહી સ્કૂટરચાલકે માર માર્યો
શહેરમા આહીર ચોક પાસે રહેતો યુવાન બહેન અને પત્નીને કારમા બેસાડી દવા લઇ પરત ફરતો હતો ત્યારે અજાણ્યા સ્કુટર ચાલકે ઇન્ડીકેટર કેમ ચાલુ ન કર્યુ તેમ કહી ઢીકા પાટુનો માર માર્યો હતો . યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ આહીર ચોકમા આવેલ રેમ્બો રેસીડેન્સીમા રહેતો રવી મનસુખભાઇ ખુંટ નામનો ર6 વર્ષનો યુવાન બપોરનાં સાડા બારેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘર પાસે હતો ત્યારે બે અજાણ્યા સ્કુટર સવારે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો . યુવકને નાકનાં ભાગે ફ્રેકચર જેવી ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરમા રવી ખુંટ તેની પત્ની અને બહેનને કારમા બેસાડી દવા લઇને ઘરે પરત ફરતો હતો ત્યારે ઘર પાસે વળાંક લેતી વખતે સ્કુટર સવાર બેલડીએ ઇન્ડીકેટર કેમ ચાલુ ન કર્યુ તેમ કહી ઝઘડો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપનાં પગલે ભકિતનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.