ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બોટાદમાં તુલસીનગરના યુવાનની સરાજાહેર છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા

01:02 PM Nov 23, 2024 IST | Bhumika
Advertisement

બોટાદ શહેરમાં મારામારી અને ચોરી-લુંટની ઘટનાઓ વધતી જાય છે ત્યારે ગઇકાલે તુલસીનગર-1માં એક યુવાન પર સરાજાહેર છરીના પાંચથી છ ઘા ઝીંકી હુમલો કરાયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાનને સારવરાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યો હતો. આ ઘટના હત્યામાં પલટાતા પોલીસે હુમલાખોર બન્નેને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે. તેમજ હજુ સુધી હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.મળતી વિગતો અનુસાર, બોટાદ શહેરનાં ઢાકણીયા રોડ પર આવેલ તુલસી નગરમાં રહેતા હિતેશ વજુભાઈ મહેરિયા નામના યુવાન પર છરીના ઘા ઝીંકી હુમલો કરાયો હતો.

Advertisement

આ હુમલામાં હિતેશને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સબિહા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટર નર્સિંગ સ્ટાફ દ્વારા શરૂૂ ઈજાગ્રસ્ત હિતેશની સારવાર કરવામાં આવી પરંતુ હિતેશ મહેરિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
હોસ્પિટલ ખાતે સગા સંબંધીઓ અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ પહોચી તપાસ હાથ ધરી છે. યુવાન પર બે વ્યક્તિઓ એ હુમલો કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસ તંત્ર દ્વારા આરોપીની અટકાયત માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Tags :
Botadcrimegujaratgujarat newsmurder
Advertisement
Next Article
Advertisement