ભાવનગરના તગડી ગામના યુવાનને વર્ક પરમિટ પર કેનેડા મોકલવાની લાલચ આપી 17 લાખની ઠગાઇ
ઘોઘાના તગડી ગામે રહેતા યુવાનને કેનેડા વર્ક પરમિટ પર મોકલવાની લાલચ આપી એક મહિલા સહિત ત્રણ લોકો રૂૂ.17 લાખ મેળવી યુવાન સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી નાસી છૂટયા હતા.આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ઘોઘાના તગડી ગામે રહેતા અને ભાવનગર એક્સીસ બેંકમાં નોકરી કરતા સંજયભાઈ કલ્યાણભાઇ લાઠીયા એ ગત 10 ઓગસ્ટ 2024 ના રોજ ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઉપર સ્કાય મેકોન ઇમિગ્રેશનની જાહેરાત વાંચી હતી.
અને આ કંપની વર્ક વિઝા પર વિદેશ મોકલતી હોય અને સંજયભાઈને પણ કેનેડા જવું હતું. સંજયભાઇએ આઇડી ફોલો કરી કંપનીના ભાગીદાર જેનીલ શૈલેષભાઈ પ્રજાપતિનો કોન્ટેક્ટ નંબર શોધી કાઢયો હતો.દરમિયાનમાં સંજયભાઇએ જેની સાથે થયેલી વાતચીત મુજબ સંજયભાઈ ડોક્યુમેન્ટ સાથે સ્કાય મેકોન ઇમિગ્રેશન દુકાન નં.2003 એફ બીજોમાળ, સેન્ટ્રલ બજાર, વેનેઝીયનો, ઉધના-મગદલ્લા રોડ, વેસુ સુરત ખાતે તા.18 ઓગસ્ટ 2024 ના રોજ રૂૂબરૂૂ ભાગીદાર જેનીલભાઇ શૈલેષભાઈ પ્રજાપતી સાથે મુલાકાત કરી હતી.
અને જેનીલે સંજયભાઈને કનેડા જવા માટેનો ટોટલ ખર્ચ 25,00,000 થશે અને તેની અંદર વીંઝા,એર ટીકીટ, વર્ક પરમીટ, તેમજ મેડીકલ તમામ વસ્તુઓનો સમાવેશ થશે અને તમે વિદેશ જવા ઇચ્છતા હોય તો તમારો પાસપોર્ટ અહિ જમા કરાવી દેવો પડશે જેથી કંપની દ્વારા વિઝા તેમજ એર ટીકીટ અંગેની પ્રોસીઝર શરૂૂ કરી દેશે.સંજયભાઇએ વિશ્વાસ મૂકી પાસપોર્ટ જમા કરાવી દીધો હતો.દરમિયાનમાં ગત તા.3 સપ્ટેમ્બર 2024 ના રોજ રૂૂ.5 લાખ ડિપોઝિટ કરાવ્યા હતા.
અને કુ મળી કટકે કટકે રૂૂ.17 લાખ સંજયભાઈએ સ્કાય મેકોન ઇમિગ્રેશન નામની કંપનીને આપ્યા હતા.બાદમાં કંપનીના માલિક અંકિતા વિકાસ મિી,ભાગીદાર જેનિલ શૈલેષભાઈ પ્રજાપતિ, રાજેશ શાહે સંજયભાઈના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.સંજયભાઈ સુરત ખાતે આવેલી ઓફિસે તપાસ કરવા પહોંચ્યા ત્યારે ઓફિસે ત્રણેય લોકો તાળા મારી સંજયભાઈના રૂૂ.17 લાખ પડાવી છેતરપિંડી વિશ્વાસઘાત કરી નાસી છૂટયા હતા.આ બનાવ સંદર્ભે સંજયભાઇએ ત્રણ લોકો વિરૂૂધ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.