રેલનગરના યુવાને વ્યાજે લીધેલા 2.50 લાખની સામે 1.90 લાખ ચૂકવ્યા છતા 3.50 લાખની ઉઘરાણી
રેલનગરમાં માધવ આશ્રય બંગ્લોઝમાં ભાડે રહેતા અને મોબાઈલ રીપેરીંગનું કામ કરતા પ્રશાંતભાઈ યોગેશભાઈ જાની (ઉ.વ.38 એને જાની (ઉ.વ.38)એ વ્યાજે લીધેલા રૂૂા. 2.50 લાખની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોર ઘનશ્યામસિંહ પરમાર અને તેના પત્ની શીતલબા (રહે, બન્ને રેલનગર, મેઈન રોડ, કોપર બીલ્ડીંગ)એ ગાળો દઈ જાનથી મારી નાખ્યાની ધમકી આપ્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
પ્રશાંતભાઈએ પોલીસને જણાવ્યું કે, 14 મહિના પહેલા મોબાઈલનાં ધંધામાં નુકશાની જતા રૂૂપિયાની જરૂૂર પડી હતી. આથી અગાઉ તેની મોબાઈલની દુકાને આવતા આરોપી ઘનશ્યામસિંહ પાસેથી 2.50 લાખ વ્યાજે લીધા હતાં. જે રકમ પેટે 8 ટકા વ્યાજ આપવાનું આરોપીએ કહ્યું હતું. જયારે આરોપીએ તેની પાસેથી બાહેધરી પેટે ચેક લીધો હતો.તે આરોપીને દર મહિને 20 હજર વ્યાજ ચુકવતો હતો.
આ રકમ પૈકી તેને અત્યાર સુધીમાં આરોપીને કટકે કટકે રૂૂા. 1.90 લાખ ચુકવી દીધા હતાં. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી પરિસ્થિતિ સારી ન હોવાથી તે આરોપીને વ્યાજ ચુકવી શક્યો ન હતો.આથી આરોપીએ તેને મારા લેવાના નીકળતા રૂૂપીયા 3.50 લાખ મને આપી દેજે જો તું રૂૂપીયા નહી આપે તો તને મારી નાખીશ કહી ધમકી આપી હતી. આથી તેને આરોપીને હાલ મારી પાસે રૂૂપીયાની સગવડ નથી રૂૂપીયા આવશે એટલે ચુકવી આપીશ તેમ કહ્યું હતું. ત્યારબાદ આરોપીની પત્ની શીતલબાએ પણ તેને અવારનવાર કોલ ગાળો દઈ રૂૂપીયા આપી દેશે નહીં તો તને મારી નાખીશ.જો હું તારી પાસે આવીશ તો કા રૂૂપિયા લઈને જઈશ કાં તને મારી નાખીશ. આ મામલે પ્ર. નગર પોલીસ મથકના પીએસઆઇ આર.કે.ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે.