For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નહેરુનગરના યુવાનનો વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

04:26 PM Jul 01, 2025 IST | Bhumika
નહેરુનગરના યુવાનનો વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
oplus_2097184

રૈયા રોડ નહેરુનગર નજીક રહેતા યુવાને વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

વધુ વિગતો મુજબ, નેહરુનગર શેરી નંબર બે માં રહેતા અને મૂળ જામનગરના વતની રિયાઝ કરીમભાઈ ખલીફા નામના 39 વર્ષના યુવાને ગઈકાલે બપોરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.હાલ આ મામલે ગાંધીગ્રામ પોલીસે રિયાઝનું નિવેદન લેવા તજવીજ શરૂૂ કરી છે. રિયાઝ ચાર ભાઈ એક બહેનમાં નાનો અને ડ્રાઇવિંગ કામ કરે છે તેમજ પોતે ગાડી લે વેન્ચનું કામ કરે છે.તેમને સંતાનમાં એક પુત્ર પણ છે.રિયાઝને પૈસાની જરૂૂરિયાત હોય જામનગરના વ્યાજખોર પાસેથી પૈસા વ્યાજે લીધા હતા અને તે વ્યાજખોરો તેમને હેરાન કરતા કરતા હોય જેથી જામનગરમાં અગાઉ ફરિયાદ પણ કરી હતી.તેમણે વ્યાજખોરના ત્રાસથી જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement