નવાગામના યુવાને યુવતીને પરાણે સંબંધ રાખવાનું દબાણ કરી પિતાને મારી નાખવાની આપી ધમકી
નવાગામમાં રહેતાં એક યુવાને જે યુવતિ સાથે તેની સગાઇની વાત ચાલુ હતી તે યુવતિને લગ્ન વગર પોતાની સાથે પત્નિની જેમ રાખી બાદમાં સામા કાંઠાની એક અન્ય યુવતિ સાથે પણ લફરૂૂ ચાલુ કરતાં યુવતિને જાણ થતાં ઝઘડા ચાલુ થતાં તેણી માવતરે જતી રહી હતી.આ પછી આ શખ્સે બીજી યુવતીને પોતાના ઘરમાં રાખતા અને ત્યારબાદ પણ આ યુવતિને ફોન કરી ફરીથી પોતાની સાથે ઘરે આવી જવાનું કહી ધમકી દેતાં અને તેણીના પિતાને પણ ધમકી આપતાં ફરિયાદ થઇ છે.આ બનાવમાં ગાંધીગ્રામમાં યુવતિની ફરિયાદ પરથી નવાગામના સાહિલ સંજય પરમાર વિરૂૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
યુવતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું હાલમાં પરિવાર સાથે રહુ છુ. મારો પરિચય મોબાઇલ ફોન મારફત નવાગામના સાહિલ પરમાર સાથે સગાઇની વાતચીત થઇ રહી હતી એ વખતે અમે ફોન પર વાતો કરતાં હતાં.એ દરમિયાન મારા પિતાએ સાહિલના સગાને કોર્ટમાં જામીન પડવાનું કહેતાં તેણે ના પાડતાં મારા પિતાએ સાહિલ સાથે સગાઇ કરવાની ના પાડી દીધી હતી. પણ મને સાહિલ ગમતો હોઇ જેથી ગત જુલાઇ મહિનામાં રાતે મેં ફોન કરી સાહિલને બોલાવતાં તે મને તેની સાથે લઇ ગયો હતો અને હું સાહિલની સાથે જ તેના ઘરે રહેતી હતી. અમે પતિ-પત્નિની જેમ રહેવા માંડયા હતાં.એકબીજાની સહમતિથી શરીરસંબંધ પણ બાંધ્યા હતાં.
એ દરમિયાન મારા માતા-પિતા મને લેવા આવતાં સાહિલ અને તેના પરિવારના કહેવાથી મારા માવતર સાથે ગઇ નહોતી, તેમજ તેમના કહેવાથી મારા પિતા વિરૂૂધ્ધ મેં પોલીસમાં અરજી પણ કરી દીધી હતી.દરમિાયન મને એક દિવસ ખબર પડી હતી કે સાહિલને અન્ય એક યુવતિ સાથે પણ સંબંધ છે, આથી અમારી વચ્ચે ઝઘડા ચાલુ થઇ જતાં ઓક્ટોબર મહિનામાં સાહિલ મને મારા માવતરે મુકી ગયો હતો. એ વખતે પિતાએ અમારી નાતમાં કેસ કર્યો હતો.પણ હું સાહિલના પક્ષમાં બોલતાં નાતે અમારો કેસ ઉડાડી દીધો હતો.એ પછી સાહિલની સાથે મારા પરિવાર દ્વારા સમાધાનની વાત ચાલુ હતી.બીજી તરફ સાહિલ સામા કાંઠાની યુવતિને તેના ઘરે લઇ આવ્યો હતો અને તેની સાથે રહેવા માંડયો હતો.
જેથી મને ફરી સાહિલના ઘરે જવાની મારા પરિવારે ના પાડી હતી.આમ છતાં સાહિલ મને તેના ઘરે આવી જવાનું કહેતો હતો.મેં પણ હવે તેને બીજી સાથે લફરૂૂ હોઇ ત્યાં જવાની ના પાડી દીધી હતી. આમ છતાં તે મને વારંવાર ફોન કરી જો તું મારી પાસે નહિ આવ તો મારી નાખીશ તેવી ધમકી આપતો હતો.મેં ઘરમાં વાત કરી હતી.દરમિયાન ફરી સાહિલનો ફોન આવતાં મેં મારા પિતાને આપી દેતાં હું તમને જોઇ લઇશ, હવે છોડીશ નહિ તેમ કહી પિતાને પણ ધમકી આપી હતી.આ મામલે ગાંધીગ્રામ પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. મકરાણીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.