પડધરીના મોટી ચણોલ ગામના યુવાને રાજકોટના શખ્સની ધમકીથી ડરી વખ ઘોળ્યુ
પડધરીનાં મોટી ચણોલ ગામે રહેતા યુવાને રાજકોટનાં શખસની ધાક ધમકીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનાં આક્ષેપ સાથે યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ પડધરીનાં મોટી ચણોલ ગામે રહેતા અશ્ર્વિન સોમાભાઇ પરમાર નામનો 3પ વર્ષનો યુવાન પોતાની વાડીએ હતો. ત્યારે રાત્રીનાં સાડા આઠેક વાગ્યાનાં અરસામા ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા અશ્ર્વિન પરમાર 3 ભાઇ એક બહેનમા નાનો અને અપરણીત છે. અશ્ર્વિન પરમાર ડ્રાઇવીંગ કામ કરી પરીવારને આર્થીક મદદ કરે છે. રાજકોટનો જીગર પરમાર નામનો શખસ ઘરે આવી અને ફોનમા ધાક ધમકી આપતો હતો. જેની બીકથી ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપનાં પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.