For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના યુવાને આઇપીએસ અને રેલવેમાં નોકરી મેળવવા ભુવા પાસે દાણા જોવડાવવા જતા 24 લાખ ગુમાવ્યા

01:23 PM Jun 06, 2025 IST | Bhumika
ભાવનગરના યુવાને આઇપીએસ અને રેલવેમાં નોકરી મેળવવા ભુવા પાસે દાણા જોવડાવવા જતા 24 લાખ ગુમાવ્યા

સાવરકુંડલાના શખ્સ મારફતે મુંબઇ અને બિહારના ગઠિયા સાથે પરિચય થયો હતો

Advertisement

એન્જિનિયરિંગના વિદ્યાર્થીને સરકારી નોકરી અપાવી આઈપીએસ બનાવવાનું સ્વપ્ન દેખાડયા બાદ તેના કાકાના દિકરાને પણ રેલવેમાં નોકરી અપાવવાનું વચન આપી સાવરકુંડલાના ભુવા, મુંબઈ અને બિહારના શખ્સે ત્રણ વર્ષ દરમિયાન અલગ-અલગ રીતે કુલ રૂૂ.24.10 લાખ ઓળવી જઈ છેતરપિંડી આચરતાં ચકચાર મચી છે.

બનાવની વિગત એવી છે કે, શહેરની એસ.એસ. એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા અને ભરતનગર વિસ્તારમાં રહેતા નિકુંજભાઈ ચિથરભાઈ જાંબુચાએ ભરતનગર પોલીસ મથકમાં મુકેશ હકાભાઈ બાવાજી (રહે.સાવરકુંડલા), અનિલ ચુનીલાલ દોશી (રહે.ઘાટકોપર વેસ્ટ, મુંબઈ) અને શ્રીકાંત પાસવાન (રહે.પટના, બિહાર) વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ-2019ના વર્ષમાં દિવાળી પહેલા તેઓ સાવરકુંડલા કાળભૈરવ દાદાના મંદિરે દર્શન કરવા ગયા હતા જ્યાં ઉક્ત મુકેશ બાવાજીની પાસે સરકારી નોકરી મળશે કે નહી તે માટે દાણ જોવડાવ્યા હતા ત્યારે ઉક્ત મુકેશે મુંબઈમાં રહેતા તેમના મિત્ર અનિલ દોશીનો પરિચય કરાવ્યો હતો અને આઈપીએસ ઓફિસર થવું હોય તો રૂૂ.75 લાખ આપવા પડશે તેમ જણાવી ટોકન પેટેની રકમ મેળવી હતી. જો કે, બાદમાં સતત છ માસ સુધી તમારૂૂં કામ ચાલે છે તેમ કહી વાયદા આપ્યા બાદ તમારૂૂંં શરીર આઈપીએસ બનાવા લાયક નથી તેમ જણાવી તેમના કાકાના દિકરાને રેલવેમાં નોકરી આપાવવાનું વચન આપ્યું હતું. અને તેના થકી કહી શ્રીકાંત પાસવાનનો સંપર્ક કરાવી કોલકતા બોલાવ્યા હતા.

Advertisement

જયાં મેડિકલ સર્ટી.ના ચાર્જ સહિત સમયાંતરે તેમની પાસેથી કુલ રૂૂ.24.10 લાખ મેળવી લીધાં હતા અને રેલવે વિભાગમાં હાજર થવાનો બનાવટી રેલવે એમ્પ્લોયમેન્ટ લેટર મોકલી વિશ્વાસઘાત કર્યો હતા. જો કે, ફરિયાદી અને તેના કાકાના દિકરીએ રૂૂ.24.10 લાખની અવારનવાર ઉઘરાણી કરવા છતાં રૂૂપિયા પરત નહી આપી ઉક્ત ત્રણેય શખ્સોએ છેતરપિંડી આચરી હતી. આ અંગે ભરતનગર પોલીસે ત્રણએય વિરૂૂદ્ધ વિવિધ કલમ તળે ફરિયાદ નોંધી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement