સ્કૂલ ફ્રેન્ડ યુવતીને બદનામ કરવા યુવકે તેમના નામનું ફેક ઇનસ્ટા. આઇડી બનાવ્યું
નાનામવા રોડ પરના વિસ્તારમાં રહેતી અને શહેરની હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીના નામનું બિભત્સ શબ્દો સાથેનું ઈન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી તેમાં યુવતીના ફોટા ઉપરાંત બિભત્સ લખાણ કરનાર બાબુ વનજીભાઈ પરમાર (ઉં.વ.25, રહે. રામનગર સોસાયટી, કોઠારીયા સોલવન્ટને સાયબર ક્રાઈમ પોલીસે પકડી લીધો હતો.
સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે 25 વર્ષીય યુવતીની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો હતો. યુવતીએ પોલીસને જણાવ્યું કે ગઈ તા.11ના રાત્રે તેના મામાના દિકરા ભાઈએ કોલ કરી જણાવ્યું હતું કે, કોઈએ તારા નામનું બિભત્સ શબ્દો સાથેનું ઈન્સ્ટાગ્રામમાં આઈડી બનાવી તેમાં ડીપીમાં તેનો ફોટો રાખ્યો છે. તેમજ આઈડીમાં અન્ય ફોટાઓ પોસ્ટ કરી બિભત્સ શબ્દો લખેલા છે. આ વાત સાંભળ્યા બાદ તેણે તેના મામાના દિકરાને તે ફેક આઈડીના સ્ક્રીનશોટ મોકલવાનું કહ્યું હતું.
તેણે તે સ્ક્રીનશોટ જોતાં અજાણ્યા શખ્સે બિભત્સ શબ્દો સાથેનું ફેક એકાઉન્ટ અને તેમાં બિભત્સ શબ્દો સાથેનું લખાણ કર્યું હોવાનું જણાતા ફરિયાદ તપાસ કરી આરપી બહુ પોલીસે (ઉ.વ.25)ને હતો. આરોપીની પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તે શાપરમાં કારખાનામાં કામ કરે છે. યુવતી તેની જૂની સ્કૂલ ફ્રેન્ડ હતી. યુવતીએ તેના મિત્ર સાથે મળી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ તેણે યુવતીનું ફેક આઈડી બનાવ્યું હતું.