પોરબંદરની વી.વી. બજાર નજીકથી મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું
પોરબંદરના ચમ સ્કૂલ પાછળ વીવી બજાર નજીક કુંટણખાનું ચાલતું હોવાની બાતમી સાથે એક નનામી અરજી આવી હતી જેથી ડીવાયએસપી દ્વારા આ સ્થળે દરોડો પાડી કુંટણખાનામાં ભોગ બનનાર મહિલા સહિત 3 ગ્રાહકને ઝડપી લઇ, મોબાઈલ સહિત કુલ રૂૂ. 1,03,500નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરના ચમ સ્કૂલ પાછળ વીવી બજાર નજીક બહારના રાજ્ય માંથી યુવતીઓને લાવીને મહિલા કુંટણખાનું ચલાવે છે. આ દેહ વ્યાપારના ધંધામાં અનેક ગ્રાહકો આવે છે તેવી નનામી અરજી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને પગલે આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં મૂળ નેપાળની અને સુરત રહેતી એક ભોગ બનનાર યુવતી મળી આવી હતી.
આ સ્થળે મહિલા સંચાલિત કુંટણખાના માંથી 3 ગ્રાહક પણ મળી આવ્યા હતા જેથી પોલીસે કુંટણખાનું ચલાવનાર પૂજાબેન રામભાઈ લાલુ તથા 3 ગ્રાહક સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ અહીં ગ્રાહકો પાસેથી દેહ વ્યાપારના રૂૂ. 800 થી રૂૂ.1500 લેવામાં આવતા હતા. પોલીસે મોબાઈલ ફોન આધારે વધુ તપાસ હાથ ધરી છે.