રેલનગરમાં માવતરે રહેતી પરિણીતાને જેટકોમાં નોકરી કરતા દારૂડિયા પતિનો ત્રાસ
રેલનગરમાં મૈશૂરભગત ચોકથી આગળ અતુલયમ ગ્રીન્સમાં માવતરના ઘેર રહેતી પરિણીતાને એન્જીનીયર દારૂૂડીયો પતિ મારકુટ કરી માવતરે થી પૈસા લાવવા દબાણ કરતો હોય તેમજ નિવૃત શિક્ષક સસરા અને સાસુ મેણાઓ મારી ત્રાસ આપતા હોવાની ફરીયાદ કરતા મહિલા પોલીસે ગુનો નોધી આરોપીઓની ઘરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સુત્રોના જણવ્યા મુજબ રેલનગરમાં અતુલ્યમ ગ્રીન્સમાં માવતરના ઘેર રહેતા ક્રિષ્નાબેન જીગ્નેશભાઈ મકવાણાએ પતિ જીગ્નેશ,સસરા હરજીભાઈ ગોવાભાઈ મકવાણા અને સાસુ સવીતાબેન સામે ફરીયાદ કરી હતી. ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેના લગ્ન 11 વર્ષ પહેલા જીગ્નેશ સાથે થયા હતા. અને સયુકત કુંટુંબમાં રહેતા હોય બાદમાં પતિ જીગ્નેશ જામનગરમાં જેટકોમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા હોય અને સસરા બાબરા તાલુકા પીપળીયા ગામે શાળામાં શિક્ષક હોય અમરેલી રહેતા હતા.બાદમાં પતિની બદલીઓ થયા બાદ રાજકોટ નોકરી કરતા હોય જીવરાજ પાર્કમાં ભાડાના મકાનમાં રહેતા હતા.
દરમ્યાન પતિ અવાર નવાર દારૂૂપીને મોડી રાત્રીના ઘેર આવી મારકુટ કરી ત્રાસ આપતો હતો. જે બાબતે સાસુ સસરાને વાત કરતા તે પતિનો પક્ષ લઈને મારી સાથે ઝઘડાઓ કરતા. બાદમાં મારા પતિને દારૂૂ ઉપરાંત જુગાર રમવાની કુટેવ પડતા અવાર નવાર દાગીના ગીરવે મુકી આવતા અને મને માવતરેથી નાણા લઈ આવવા માટે દબાણ કરતો હોય જેથી તે માવતરેથી રૂૂપીયા લઈને આપતી હતી.
બાદમાં પતિ અવાર નવાર શંકાઓ કરી ઝઘડાઓ કરતો અને બાદમાં સસરા નિવૃત થતા સાસુ સસરા પણ રાજકોટ રહેવા આવ્યા હતા.બાદમાં તે પ્રાઈવેટ નોકરી શરૂૂ કરી હતી જેથી મારા સાસુને ગમતુ ન હોય કામ કરીને નોકરીએ જવા માટે કહેતા જેથી મારે નોકરીમાં મોડુ થતુ હતુ.પતિ જીગ્નેશને આંખોમાં તકલીફ થતા તેને આર્યુવેદીક સારવાર માટે કેરાલા જતા હતા અને ચાર માસ દવા લેવાની હોય ત્યાનુ કહી ગોવા ઐયાસી કરવા જતા હતા અને બાદમાં પતિ દારૂૂ પી મારકુટ કરી હેરાન કરતા હોય જેથી મારા પીયર ચાલી આવી હતી. બાદમાં મારા પતિએ આપધાતનો પ્રયાસ મારા સાસુ સસરાએ ફોન કરી મારી સાથે ઝઘડો કર્યા હતો. બાદમાં મારા પતિ મારા બાળકને મળવા માટે આવતા હોય બાદમાં મળવા આવવાના બહાને આવી બાળકને લઈને જતા રહ્યા હતા અને બે દિવસ બાદ મુકી જવાનુ કહી બાળક તને નહી આપુ તારાથી જે થાય તે કરી લેજે કરી ધમકી આપ્યાનુ જણાવતા મહિલા પોલીસે ગુનો નોધી કાર્યવાહી કરી છે.