For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટની મહિલાને થાઇલેન્ડ મોકલી 1.10 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવ્યો

11:44 AM Nov 04, 2025 IST | admin
રાજકોટની મહિલાને થાઇલેન્ડ મોકલી 1 10 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવ્યો

જૂનાગઢમાં વેંચવા નીકળ્યાને ચાર શખ્સો ઝડપાયા, વડોદરાના શખ્સે ગાંજો મંગાવ્યો હતો : મહિલા સહિત ત્રણની શોધખોળ

Advertisement

ભારતી આશ્રમના લઘુમહંત ગુમ થવાની ઘટનામાં રોકાયેલી પોલીસને એક ખાનગી બાતમી મળી ને હાઇબ્રિડ ગાંજો પકડાયો

ડ્રગ્સ માફિયા જૂનાગઢમાં નશાના કાળા કારોબારનો પગદંડો જમાવે તે પહેલાં જ જૂનાગઢ SOGએ તાત્કાલિક કાર્યવાહી કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે. SOGએ ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કના ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 3.160 કિલો પ્રતિબંધીત હાઈબ્રિડ ગાંજો અંદાજે રૂૂપિયા 1.16 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, આ આરોપીઓની ધરપકડ એ વાતની પુષ્ટિ કરે છે કે, ડ્રગ્સનો આ ખતરનાક વેપાર હવે ગુજરાતના ખૂણે-ખુણે પ્રસરવા લાગ્યો છે, જેના મૂળિયા ખૂબ ઊંડા અને ઇન્ટરનેશનલ સ્તર સુધી ફેલાયેલા છે.

Advertisement

બાતમી મુજબ મુજાહીદખાન પઠાણ, જહાંગીરશા શાહમરદાર, હુસેન પઠાણ (રહે. જૂનાગઢ) અને ધવલ ભરાડ (રહે. વિસાવદર) સફેદ કલરની ટોયોટા ગ્લાન્ઝા કારમાં ગેરકાયદેસર હાઈબ્રિડ ગાંજાનો જથ્થો રાખીને વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધમાં હતા. આ આરોપીઓ મેંદરડાથી ઇવનગર રોડ થઈને જૂનાગઢ તરફ સાંજે 7:30 વાગ્યાની આસપાસ આવવાના હતા. બાતમી મળતાં જ SOGના અધિકારીઓ, એ.એસ.આઇ મહેન્દ્ર કુવાડીયાની આગેવાની હેઠળ તથા અન્ય સ્ટાફે તુરંત જ વોચ ગોઠવી હતી.

પોલીસ ટીમે જૂનાગઢ-ઇવનગર રોડ પર વોચ ગોઠવી હતી. સાંજે મળેલી બાતમી મુજબ સફેદ ગ્લાન્ઝા કાર આવતા પોલીસે કોર્ડન કરી તેને રોકી હતી. કારમાંથી ધવલ ભરાડ (કાર ડ્રાઈવર), હુસેન નાસીરભાઈ તુર્ક (પઠાણ), મુજાહીદખાન રીયાજખાન યુસુફજઈ, જહાંગીરશા રજાકશા શાહમદાર નામના ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની કારની પાછળની સીટમાંથી TYCOON લખેલો એક બ્રાઉન કલરનો રેક્ઝિનનો થેલો મળી આવ્યો હતો. થેલામાંથી પ્લાસ્ટિકના એર ટાઈટ પેકિંગવાળા ત્રણ પેકેટ મળી આવ્યા હતા. જેમાં લીલાશ પડતો ભૂખરા રંગનો વનસ્પતિજન્ય પદાર્થ હતો.

FSL અધિકારી વાય.ડી. કટારિયાના પ્રાથમિક રિપોર્ટમાં તે કેનાબીસ હાઈબ્રિડ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. ઇલેક્ટ્રિક વજનકાંટાથી કરવામાં આવેલા વજન મુજબ કુલ 3.160 કિલોગ્રામ ગાંજાનો જથ્થો હતો. જેની બજાર કિંમત રૂૂ. 1,10,60,000 આંકવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી અને કારમાંથી કુલ 8 મોબાઈલ ફોન કિંમત રૂૂ. 1,10,500, ધવલ ભરાડની માલિકીની ગ્લાન્ઝા કાર કિંમત રૂૂ. 5,00,000 અને થેલો કિંમત રૂૂ. 500 મળી કુલ મુદ્દામાલની કિંમત રૂૂ. 1,16,71,000 થાય છે.

આરોપીઓની પૂછપરછમાં મુજાહીદખાન યુસુફજઈએ કબૂલ્યું હતું કે, વડોદરાની એક પાર્ટીએ રાજકોટના શેરબાનું મહમદરફીક નાગાણીને બેંગકોક-થાઈલેન્ડ દેશમાં હાઈબ્રિડ ગાંજાનો જથ્થો લેવા મોકલી હતી. શેરબાનુ તા. 7 ઓક્ટોબર 2025ના રોજ હાઈબ્રિડ ગાંજો લઈને અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. મુજાહીદ, ધવલ ભરાડ અને મોઇન સતાર ખંધા આ ત્રણેય ધવલની ગ્લાન્ઝા કારમાં શેરબાનુને જૂનાગઢ લાવ્યા હતા.

ેરબાનુ જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી પાસે ભવ્ય પેલેસ હોટલમાં રોકાઈ હતી. શેરબાનુએ ટ્રોલીબેગના નીચેના ભાગે હાઈબ્રિડ ગાંજાના ચાર પેકેટમાંથી ત્રણ પેકેટ આ આરોપીઓને વેચાણ માટે આપ્યા હતા. ત્યાર બાદ 30 ઓક્ટોબર 2025ના મુજાહીદ, જહાંગીર અને હુસેન ત્રણેય શેરબાનુને રાજકોટ-ગોંડલ ચોકડીએ મુકી આવ્યા હતા. આ ચારેય આરોપીઓ કબજે કરાયેલો હાઇબ્રિડ ગાંજો વેચવા માટે ગ્રાહક શોધી રહ્યા હતા.

પોલીસે ચારેય આરોપીઓની ગઉઙજ એક્ટ કલમ 52(1) મુજબ ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ (1) વડોદરાની પાર્ટી, (2) શેરબાનુ મહમદરફીક નાગાણી અને (3) મોઈન સતાર ખાંધ હાલ મળી આવ્યા નથી અને તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસે અજઈં મહેન્દ્ર વાલાભાઈ કુવાડીયાની ફરિયાદના આદારે પકડેલા ચારેય આરોપીઓ તથા ફરાર આરોપીઓ વિરૂૂદ્ધ ગઉઙજ એક્ટની કલમ 8(સી), 20(બી)(2)(બી), અને 29 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement