આનંદનગર કોલોનીની પરિણીતાને પતિ, સાસુ-સસરા સહિતનાનો ત્રાસ
0
ગુંદાવાડી શેરી નં. 26માં રહેતાં અને એક વર્ષ પહેલાં લગ્ન કરનાર હેતલબેન (ઉ.વ.36)એ પતિ - આકાશ રાણીંગા, સસરા - હરેશભાઈ અને સાસુ -ઉષાબેન (રહે. બધા ગુ.હા. બોર્ડ)ના ક્વાર્ટર, આનંદનગર કોલોની) સામે ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુક્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
હેતલબેને પોલીસને જણાવ્યું કે, ક તેના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. પતિ કોઠારીયા નાકા પાસે કારખાને બેસી સોની કામ કરે છે.લગ્ન બાદ ત્રણેક માસ સારી રીતે રાખ્યા બાદ સાસુ પતિને ચડામણી કરી હેતલ ઘરમાં બરાબર કામકાજ કરતી નથી.તેમ કહેતા હતા.જેને લઈ પતિએ બોલાચાલી કરી ત્રાસ આપવાનું શરૂૂ -કર્યું હતું.
સસરા પણ પતિને હેતલ છપ્પર પગી છે, તેને ઘરમાંથી બહાર કાઢી નાખો. તેમ કહેતા હતા. સાસુ-સસરા મેણા-ટોણા મારી હેરાન કરતા હોવાથી તે માવતરે રીસામણે જતી રહી હતી.
બાદમાં સાસરીયાઓ સમાધાન કરી તેને પરત તેડી ગયા હતા. થોડા દિવસ લગ્ન જીવન સારી રીતે ચાલ્યા બાદ ફરી પતિ નાની-નાની વાતમાં બોલાચાલી કરવા લાગ્યો હતો. તેમજ ગઈ તા.9-3-25ના સાસરીયાઓએ તેને ઘરમાંથી કાઢી મુકતા અંતે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.