ભાવનગરના ભેગાળી ગામે ખેડૂતના મોંમાં આવેલ કોળિયો ઝૂંટવાયો
ભાવનગર જિલ્લાના તળાજા ના ભેગાળી ગામે વાળી ધરાવતા ખેડૂતે પોતાના ખેતર વાડીમા બારેક વિધાન ઘઉં કર્યા હતા.ઘઉં નો પાક તૈયાર થયેલ હતો.લણવા ના બાકી હતા ત્યાંજ આજે વાડી માંથી પસાર થતી એલ.ટી લાઈન માંથી તીખારા થઈને ઘઉંના પાકમાં પડતા નવેક વિધાન ઘઉં મા આગ પ્રસરી જતા બળી જવાના કારણે ખેડૂત ને આશરે પોણાબે લાખની નુકશાની ગઈ હોવાનો અંદાઝ મુકવામાં આવી રહ્યો છે.ખેડૂત દ્વારા વિજતંત્ર ને અરજી કરી ને વળતર ચૂકવવા માગ કરવામાં આવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના ક ભેગાળી ગામના ખેડૂત વિપુલ ઝુંઝાભાઈ વાળીયા એ પોતાની વાડીમા ઘઉં કર્યા હતા.આશરે બારેક વિઘામા કરેલા ઘઉં ના પાકમાં આજે અચાનક આગ ભભૂકતા ખેડૂત અને આસપાસના લોકો દ્વારા આગ ઓલવવા જતા નવેક વિધાન ઘઉં મા આગ પ્રસરીગયા હતા.ખેડૂત નો દાવો છેકે વાડી માંથી પસાર થતી વિજતંત્ર ની એલ.ટી લાઈન માંથી તિખારો પડવા ના કારણે આગ લાગી હતી.
ખેડૂત દ્વારા સબંધિત વિજતંત્ર ની કચેરીના અધિકારી ને જાણ કરી વળતર મળે તેમાટે કાર્યવાહી કરી છે. ખેડૂત ને દોઢ થી બે લાખની નુકસાની નો અંદાઝ મુકવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છેકે ખેડૂત ને વળતર મળે તે માટે વિજતંત્ર ને જાણ કરવામાં આવી હતી.જેમાં અધિકારી,ખેડૂત અને ભેગાળી ગામના આગેવાન નો જીભાજોડી નો ઓડીઓ વાયરલ કરવામાં આવ્યો છે.