For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાંથી બે ચોરાઉ બાઈક સાથે એક ઉઠાવગીર ઝડપાયો

11:27 AM May 13, 2025 IST | Bhumika
મોરબીમાંથી બે ચોરાઉ બાઈક સાથે એક ઉઠાવગીર ઝડપાયો

મોરબી શહેરમાંથી ચોરી થયેલ મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી બે ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

Advertisement

મોરબી સીટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મોરબી શ્રધ્ધાપાર્ક પાસે અમરેલી રોડ પર એક શંકાસ્પદ ઇસમ બે અલગ અલગ કંપનીના મોટર સાઇકલ સાથે જોવામા આવતા જે બંન્ને મોટર સાઇકલ નંબર પ્લેટ વગરના હોય જે બંન્ને મોટર સાઇકલના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા હોય જેથ પોલીસે પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમાં બંન્ને બાઈકના એન્જીન ચેચીસ નંઅર સર્ચ કરી જોતા નં.(1) હિરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાઇકલ સુજ્ઞેશ ચંદુલાલ પાટડીયા રહે, રાધેશ્યામ શેરી નાની બજાર મોરબીવાળાના નામનુ બતાવતુ હોય તેમજ (2) સુઝુકી કંપનીનુ એકસીસ મોપેડ સુનીતા છગનનાથ બીંડ રહે, 17 અટલજીનગર પાંચાપીર પાસે કતારગામ સુરત વાળાનું નામનું બતાવતુ હોય જેથી હાજર ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા નં.(1) મો.સા. જુના આર.ટી.ઓ. કચેરી રાજકોટ કંડલા બાયપાસ મોરબી ખાતેથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ હોય જેથી મોટરસાયકલો કબ્જે કરી મોટર સાયકલ સાથે મળી આવેલ ઇસમ અલ્લાઉદીન સમસીરભાઇ સંધવાણી (ઉ.વ.27) રહે. જોસનગર શેરી નં.10 મોરબી મુળ રહે. માલાણી શેરી માળીયા(મી) ગામવાળા વિરૂૂદ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement