મોટી ખાવડીમાં મકાન માલિકના ઘરમાં ચોરી કરી ભાડુઆત શખ્સ છૂ
જામનગર નજીક મોટી ખાવડી માં રહેતા એક મકાન માલિકના ઘરમાં તેનો જ ભાડુઆત ધોળે દિવસે મકાનમાં ઘૂશી આવ્યો હતો, અને સ્ટીલના ડબ્બામાં રાખેલી રૂૂપિયા અઢી લાખ ની રોકડ રકમ લઈને રફુચક્કર થઈ ગયો હતો, જેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. મેઘપર પોલીસ સ્ટેશન નો સ્ટાફ પર પ્રાંતીય શખ્સને શોધી રહ્યો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચિત્રાવડ ગામના વતની અને હાલ મોટી ખાવડી વિસ્તારમાં રહેતા પ્રકાશસિંહ બેશુભા ગોહિલ, કે જેઓનું મકાન મોટી ખાવડી વિસ્તારમાં આવેલું છે. તેમણે પોતાના મકાનમાં જ એક રૂૂમ પરપ્રાંતિય એવા બિહાર રાજ્યના મનોજકુમાર જગરનાથ મહંતોને ભાડેથી આપ્યો હતો, અને ઉપરોક્ત શ્રમિક ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો હતો, અને ભાડાના રૂૂમમાં રહેતો હતો.
તેણે મકાન માલિક પ્રકાશસિંહ ના ઘરની રેકી કરી લીધી હતી, અને તેને ધ્યાનમાં આવ્યું હતું, કે મકાન માલિકે સ્ટીલના ડબ્બામાં રોકડ રકમ રાખી છે. જેથી ગત 1લી તારીખે મોકો ગોતી ને બપોરે દોઢ વાગ્યાથી અઢી વાગ્યા ના સમયગાળા દરમિયાન અંદર ઘૂસી ગયો હતો, અને સ્ટીલનો ડબ્બો ઉઠાવીને પોતાના રૂૂમમાં લઈ ગયો હતો. ત્યારબાદ તેમાં રાખેલી રૂૂપિયા અઢી લાખની રોકડ રકમ લઈને પોતે ભાગી છૂટ્યો છે.
મકાન માલિકને ઉપરોકત ચોરી અંગે નું ધ્યાનમાં આવતાં તેણે તુરતજ મેઘપર પડાણા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના ઘરમાં રાખેલા અઢી લાખ રૂૂપિયા ની રોકડ ભરેલા સ્ટીલના ડબ્બા ની ઉઠાંતરી કરી પોતાના ભાડાના રૂૂમમાં લઈ જઈ રોકડ રકમ લઈને રફુચક્કર થઈ ગયા ની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને મેઘપર પોલીસ સ્ટેશનના પી.આઈ. પી. ટી. જયસ્વાલ અને તેઓની ટીમ પરપ્રાંતિય શખ્સને શોધી રહી છે.