રાજકોટ કબડ્ડી સ્પર્ધામાં જઇ રહેલી છાત્રા સાથે રસ્તામાંથી બેઠેલા વિદ્યાર્થીના ચેનચાળા
એક છાત્રાએ વીડિયો ઉતારી વાઈરલ કર્યો, સાવરકુંડલાની કોલેજના પીટી ટીચર વિદ્યાર્થીઓને સ્પર્ધા માટે લઇ જતા હતા, પ્રોફેસર સસ્પેન્ડ
સાવરકુંડલાના શિક્ષણ જગતને કલંક લગાડતી એક ઘટનામા કોલેજની છાત્રાઓ ગાડીમા રાજકોટ કબડ્ડી રમવા જઇ રહી હતી ત્યારે રસ્તામાથી એક મુસ્લિમ યુવાને ગાડીમા સાથે બેસી જઇ એક યુવતી સાથે અશ્ર્લીલ ચેનચાળા કરતા અને આ અંગેનો વિડીયો વાયરલ થતા કોલેજના સંચાલકોએ છાત્રાને લઇ જનાર પ્રોફેસર તથા કોલેજના છાત્ર એવા યુવકને કોલેજમાથી હાંકી કાઢયા છે. આ ઘટના સાવરકુંડલાની વી.ડી.કાણકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની છાત્રા સાથે બની હતી. કોલેજની 12 છાત્રાઓને રાજકોટ ખાતે કબડ્ડી સ્પર્ધામા રમવા માટે જવાનુ હતુ. જેથી કોલેજના પીટી પ્રોફેસર એજાજ કાજી તેમની જ જ્ઞાતિના એક ડ્રાઇવરનુ વાહન બાંધી આ 12 છાત્રાઓને લઇ રાજકોટ જવા નીકળ્યો હતો. કોલેજ સંચાલકોની જાણ બહાર જ આ પ્રોફેસરે રસ્તામાથી પોતાની ગાડીમા મિત્ર એવા કોલેજના છાત્ર શાબીર મલેકને સાથે લીધો હતો.
ડ્રાઇવર અને પ્રોફેસર આગળની સીટમા બેઠા હતા જયારે યુવકને પાછળની સીટમા છાત્રાઓ સાથે બેસાડવામા આવ્યો હતો અને રસ્તામા આ યુવાને કોલેજની એક છાત્રા સાથે સતત અડપલા કર્યા હતા. એક છાત્રાએ આ હરકતોનો વિડીયો ઉતારી તુરંત વાયરલ કરી દીધો હતો. જેને પગલે સાવરકુંડલા પંથકમા ચકચાર મચી હતી. કોલેજનુ સંચાલન કરતા નુતન કેળવણી મંડળે પ્રિન્સીપાલ પાસે સમગ્ર ઘટનાનો અહેવાલ મંગાવ્યો હતો અને એ અહેવાલ બાદ પ્રોફેસર એજાજ કાજીને નોકરીમાથી રજા આપી દેવાઇ હતી. જયારે છાત્રા શાબીર મલેકને કોલેજમાથી રજા આપી દેવાઇ હતી. પોતાની પુત્રીની બદનામીના ડરે છાત્રાના વાલી પોલીસ ફરિયાદ કરવા તૈયાર થયા ન હતા. અહીના પીટી પ્રોફેસર શનિવારે સવારે 12 છાત્રાને કબડ્ડીની સ્પર્ધા માટે રાજકોટ લઇ ગયા હતા અને રસ્તામા આ ઘટના બની હતી. અગાઉ રમત ગમતમા પણ આ જ રીતે પ્રોફેસર છાત્ર છાત્રાઓને લઇ જતા હતા. તે ઘટનાઓની પણ તપાસ જરૂૂરી બની છે. યુવક વચ્ચેની સીટ પર બેસી યુવતી સાથે ચેનચાળા કરી રહ્યો હતો ત્યારે ગાડીમાં પાછળ બેઠેલી છાત્રાએ તેનો વીડિયો ઉતારી બહાદુરી બતાવી કોઇ જ ડર વગર ગાડીમાંથી જ વીડિયો વાયરલ કર્યો હતો.