For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જુગારધામ પર દરોડો પડતા દોડધામ : પોલીસથી બચવા બે શખ્સો નદીમાં કૂદકો મારતાં મોત

05:42 PM Mar 12, 2025 IST | Bhumika
જુગારધામ પર દરોડો પડતા દોડધામ   પોલીસથી બચવા બે શખ્સો નદીમાં કૂદકો મારતાં મોત

સુરતમાં કોઝવે નજીક તાપી નદીના કાંઠે ઝાડી ઝાંખરામાં જુગાર રમવા બેઠેલા બે જેટલા ઇસમો પોલીસથી બચવા ભાગીને તાપી નદીમાં કૂદી ગયા હતા અને બંને ઈસમોનું તાપી નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી બંને યુવકોના મૃતદે

Advertisement

8થી 10 લોકો અવવારું જગ્યામાં જુગાર રમી રહ્યા હતા મળતી માહિતી મુજબ રાંદેર ખાતે આવેલા કોઝવેમાંથી આજે સવારે 54 વર્ષીય ગુલામ નબી ગુલામ મહંમદ સફેદા (રહે માલમવાડ સ્ટ્રીટ રાંદેર) અને 45 વર્ષીય આમીનના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યાર બાદ બંનેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ સમગ્ર ઘટનામાં ચોકાવનારી વિગતો સામે આવી હતી, આ ઘટના અંગે એવું જાણવા મળ્યું હતું કે, આ બંને મૃતકો તેમજ અન્ય 8થી 10 જણા કોઝવે નજીક આવેલા અવવારું જગ્યામાં જુગાર રમી રહ્યા હતા. જ્યારે બીજી બાજુ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી.

પોલીસને જોઈ નદીમાં કૂદ્યા અને મૃત્યુ પામ્યા પોલીસને જોઈને જુગારીઓ જુગારધામ છોડીને આમતેમ ભાગવા લાગ્યા હતા. ભાગદોડ દરમિયાન બે યુવકો પાળી પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા અને પાણીની ભરતી આવી જતા બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહને બહાર કાઢી લીધા હતા.

Advertisement

મરણજનાર ગુલામ નબી સફેદાના સ્વજનોએ જણાવ્યું હતું કે, કોઝવે નજીક જુગાર રમાઈ રહ્યું હતું ત્યારે રાંદેર ડી સ્ટાફ પોલીસ આવી જતા અમારા સ્વજન ગુલામ નબી સફેદા અને અન્ય કેટલાક વ્યક્તિઓ પોલીસને જોઈને ડરને માર્યા આમતેમ ભાગ્વા લાગ્યા હતા. ત્યારે તેઓ નદીમાં કૂદી ગયા હતા અને પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે આ બંને ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી. જે બચાવવા જવા ઈચ્છતા હતા તેમને પણ બચાવવા જવા દેવામાં આવ્યા ન હતા અને ત્યારબાદ પોલીસ ભાગી ગઈ હતી. પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement