હળવદ-ધ્રાંગધ્રામાં તસ્કરી કરતો શખ્સ ચોરાઉ બાઇક સાથે ઝડપાયો
મોરબી, હળવદ અને ધાંગધ્રા વિસ્તારોમાં મોટરસાયકલની ચોરીને અંજામ આપનારા રીઢા ચોરને પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી ત્રણ મોટરસાયકલ કબજે કર્યા છે. હળવદ, ધાંગધ્રા અને મોરબીથી અલગ અલગ વિસ્તારોમાંથી મોટરસાયકલ ચોરી થયાં હતાં જેની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
ત્યારે હળવદ પોલીસે શક્તિ સુખાભાઈ કેશાભાઈ વિછીયા ગામ- રાજપર અને હાલ- કુડામા રહેતો મોટરસાયકલ લઈને નિકળતા પોલીસે પુછપરછ કરી વિશ્વાસમાં લેતાં બે મોટરસાયકલ ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે ત્રણેય મોટરસાયકલ કબજે કર્યા છે જેમાં આરોપી શક્તિ સુખાભાઈ કેશાભાઈ વિછીયા સામે અગાઉ મોરબી સીટી બી ડિવિઝન ખાતે ત્રણ અને હળદ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયેલો છે હાલમાં પોલીસે ત્રણ મોટરસાયકલ કબજે કર્યા છે જેમાં બે હળવદમાં અને એક ધાંગધ્રાનો કેસ ડિટેક્ટ કરાયો છે પોલીસે કબજે કરેલાં જીજે 13 એમ એમ 7253, જીજે 13 એસ 0159 અને જીજે13 આર 0424 ત્રણેય મોટરસાયકલની કિંમત 60 હજારનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.