ગોંડલના માલધારીને રિક્ષામાં બેસાડી આટકોટ પાસે ચાંદીના કડલાની ચોરી
વીરનગરથી ચાલીને જતાં વૃધ્ધને રિક્ષામાં બેસાડી ચાર શખ્સો કળા કરી ગયા
ગોંડલના વોરા કોટડા રહેતા માલધારી વૃદ્ધને વીરનગર અને આટકોટ વચ્ચે રિક્ષા ગેંગે શિકાર બનાવી ચાંદીનું કડલુ ચોરી લેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે રિક્ષા ગેંગની શોધખોળ શરુ કરી છે.
વોરા કોટડા રહેતા અને માલઢોર ચરાતા હમીરભાઈ ભલાભાઈ ગોલતર (ઉવ65) વોરાકોટડા થી વીરનગર આંખ ની હોસ્પીટલે આંખ બતાવવા માટે નીકળેલ હોય અને બપોરના એકાદ વાગ્યાના અરસામા વીરનગર આંખની હો સ્પીટલે પહોચેલ અને ત્યાં આંખની હોસ્પીટલેથી સાંજના પાંચેક વાગ્યાના અરસામા વીરનગર બસ સ્ટેન્ડે આવેલ અને ત્યાં રીક્ષાવાળાને આટકોટ જવા માટે પુછતા વધારે ભાડુ કહેતા તે વીરનગરથી ચાલીને આટકોટ આવતા હતા ત્યારે 2સ્તામા એક રીક્ષાવાળા ભાઇએ તેની રીક્ષા ઉભી રાખેલ અને તેમા ચાર માણસો બેઠેલ હોય અને તેને કહેલ કે બેસી જાવ જેથી ભાડુ પુછતા તેને કહેલ કે તમારૂૂ ભાડુ નથી જોતુ તેમ કહેતા હમીરભાઈ તે રીક્ષામા બેસી ગયેલ અને આ રીક્ષામા આગળ બે જણા બેસેલ હોય અને પાછળની શીટમા બે જણા બેસેલ હોય જેમા આગળના બે જણાએ કાળા કલરના કપડા પહેરેલ હતા અને પાછળ બેઠેલ બે જણાએ લાલ કલર જેવા કપડા પહેરેલ હતા.
પાછળ હમીરભાઈની બાજુમા બેસેલ એક શખ્સ ઉલ્ટી થાય છે તેમ કહિ તેમની બાજુ ઉલ્ટી કરવા માટે વારંવાર ઉભો થઇ ખોળામા પડતો હતો અને બીજો તેના વાસામા હાથ થંબથબાવતો હતો અને આ ચારેય જણા અંદરો અંદર એકબીજાને ઇશારા કરતા હતા અને હમીરભાઈને આટકોટ ગોંડલ ચોકડી પાસે આવેલ હોટલે ઉતારી દીધેલ હમીરભાઈએ હાથમા જોતા જમણા હાથમા પહેરેલ ચાંદીનુ કડલુ જોવામા આવેલ નહિ આશરે 100 ગ્રામ જેની કિ.રૂૂ.5000 નુ ચાંદીનુ કડલુ કાઢી લઇ ચારેય શખ્સો ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ શરુ કરી છે.
