ભુણાવાના સાત વર્ષના બાળકને નેપારી તરુણે લઈ જઈ માર માર્યો
11:51 AM Apr 12, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
ગોંડલના ભુણાવાના પાટિયા પાસે કંપનીમાં રહેતા બાળકને સાથે રમવાના બહાને લઈ જઈ 14 વર્ષના તરુણે બેફામ માર મારતા તેને મોઢા પર ઈજા થતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયો છે. આ અંગે ગોંડલતાલુકા પોલીસે બનાવ મામલે કાર્યવાહી કરે છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ભુણાવાના પાટિયા પાસે મુળ બિહારના અને હાલ બાલાજી કંપનીમાં રહેતા અવધેશ રમેશભાઈ શહાની (ઉ.વ.7) ગઈકાલે સાંજે કંપની પાસે રમતો હતો ત્યારે અજાણ્યા નેપાળી તરુણે રમવા લઈ જવાના બહાને અવધેશને બેફામ મારમારતા તેમને મોઢા પર ઈજા થતાં તેમને સારવારમાં ખસેડાયો હતો આ અંગે ગોંડલ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે.