પડધરીમાં યુવાન ઉપર શાકભાજીના હરીફ ધંધાર્થીનો ધોકા વડે હુમલો
માળિયા મિયાણાના નવા હજિયાસરમાં જૂની અદાવતમાં યુવાન ઉપર ત્રણ શખ્સો તલવારથી તૂટી પડયા
પડધરીમા શાકભાજીનાં ધંધાર્થીને હરીફ ધંધાર્થીએ તારે અહીં ધંધો નહી કરવાનો તેમ કહી ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.પડધરીમા રહેતા અને શાકભાજીનો ધંધો કરતા જગદીશ મેરાનભાઇ સોલંકી (ઉ.વ. ર7) સંધ્યા ટાણે પડધરી શાક માર્કેટમા હતો ત્યારે હરીફ ધંધાર્થી દેવરાજ અને કાનાએ તારે અહીં ધંધો નહી કરવાનો તેમ કહી ધોકા વડે માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડાયો હતો.
બીજા બનાવમા માળીયા મિયાણાનાં નવા હજીયાસર ગામે રહેતા કરીમ હસમનભાઇ મુલ્લા (ઉ.વ. ર1) ઉપર જુની અદાવતનો ખાર રાખી પાડોશી સમીર, સીકંદર અને સલીમે તલવાર વડે હુમલો કર્યો હતો. મારામારીમા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરાયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.