ચોટીલામાં વેકેશનમાં ઘરે આવતી દિવ્યાંગ દીકરી પર સગા બાપનું દુષ્કર્મ
સગીરા બોલી કે સાંભળી શકતી નહીં હોવાથી મિડિયેટરની મદદથી ફરિયાદ નોંધાઇ
ચોટીલામાં એક દિવ્યાંગ સગીરા જે સાંભળી કે બોલી શકતી ન હતી તેના પર તેનો પિતા દુષ્કર્મ આચરતો હતો. જેની ફરિયાદ કરવા ચોટીલા પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં તે બોલી, સાંભળી ન શકતા મિડિયેટર બોલાવી ફરિયાદ નોંધાઇ હતી. જેમાં નરાધમ પિતાને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઇ હતી. ચોટીલા વિસ્તારમાં સગા બાપે દિવ્યાંગ દીકરી પર દુષ્કર્મ કરતાં દીકરીએ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ચોટીલા વિસ્તારમાં સગા પિતાએ બોલી કે સાંભળી ન શકતી દિવ્યાંગ સગીર દીકરી પર શારીરિક અડપલા અને દુષ્કર્મ કર્યું હતું.
આથી દીકરીએ તેના પિતા વિરુદ્ધ દીકરીએ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. તેમાં સગા પિતાએ શારીરિક અડપલા અને દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી આપી હતી. તે બોલી કે સાંભળી ન શકતી હોવાથી ફરિયાદ નોંધાવવા માટે મિડિયેટર દ્વારા ફરિયાદ નોંધાવી હતી. તજજ્ઞ મિડિયેટર દ્વારા સાંકેતિક ભાષામાં માહિતી આપી હતી. જેમાં દીકરી અન્ય રાજકોટની શાળાએથી વેકેશનમાં ઘરે આવતા તેનો પિતા શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરતો હતો. ધોરણ 7માં અભ્યાસ કરતા 2020થી દુષ્કર્મ આચર્યું હતું. આથી નરાધમ પિતાને ચોટીલા પોલીસ દ્વારા અટકાયત કરી સુરેન્દ્રનગર મહિલા યુનિટ પીઆઈ ટી.બી. હિરાણી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
સગીરાએ દુષ્કર્મ અંગે અન્ય જિલ્લાની સંસ્થામાં તે અભ્યાસ કરે છે તેના શિક્ષકો સાથે સાંકેતિક ભાષામાં વાત કરી હતી. એટલે અભયાસ કરતી સંસ્થાના શિક્ષકોએ તેની ફરિયાદ અંગે ચોટીલા પોલીસ મથક પહોંચ્યા હતા. ફરિયાદ નોંધાવવા માટે સુરેન્દ્રનગરથી બહેરા મૂંગાના તજજ્ઞ સાથે રાખી ફરિયાદ નોંધાવાઇ હતી. આ બનાવમાં ભોગ બનનાર દીકરીને પરિવારના સભ્યોમાં નાની બહેન અને માતા છે. જ્યારે પિતાનો વ્યવસાય મજૂરી કામ છે. ગુનાહિત ઇતિહાસ નથી. માનસિક વિકૃતિના કારણે આ કર્યાનું પ્રાથમિક તારણના આધારે તપાસ હાથ ધરાઇ છે.