વાંકાનેરના જાંબુડિયા નજીક ટ્રેલરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
વાંકાનેર હાઈવે પર ભાયાતી જાંબુડિયા નજીક હોટેલના ગ્રાઉન્ડમાં પડેલા ટ્રક ટ્રેલરની તલાશી લેતા માટીની આડમાં ટ્રેલરમાં છુપાવી લઇ જવાતો દારૂૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો પેરોલ ફર્લો સ્કવોડ ટીમે 816 બોટલ દારૂૂ,20 લાખનું ટ્રેલર, સફેદ માટી સહીત 29.34 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ શક્તિરાજ હોટેલના ગ્રાઉન્ડમાં ટ્રક ટ્રેલરમાં સફેદ માટીની આડમાં દારૂૂનો જથ્થો છુપાવી હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી મળતા મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમેં રેડ કરી હતી ટ્રક ટ્રેલર આરજે 36 જીએ 9523 ની તલાશી લેતા ટ્રેલરમાંથી ઈંગ્લીશ દારૂૂની અલગ અલગ બ્રાન્ડની દારૂૂની 816 બોટલ કીમત રૂૂ 8,97,600 મળી આવતા દારૂૂનો જથ્થો, 3 મોબાઈલ કીમત રૂૂ 15 હજાર, ટ્રેલર કીમત રૂૂ 20 લાખ અને સફેદ માટી 42 ટન કીમત રૂૂ 21,604 મળીને કુલ રૂૂ 29,34,204 ની કિમતનો જથ્થો જપ્ત કર્યો છે. આરોપી ટ્રક ટ્રેલર ડ્રાઈવર રવીજીતસિંહ રૂૂપસિંગ રાવત અને અબ્દુલ શ્રવણસિંગ હરબુસિંગ મેરાત રહે બંને રાજસ્થાન વાળાને ઝડપી લીધા છે તેમજ અન્ય આરોપી દારૂૂ મોકલનાર રાહુલસિંગ ઉર્ફે ડેની રાવત રહે રાજસ્થાન અને દારૂૂનો માલ મંગાવનાર ઉદય જોરૂૂભાઈ કરપડા રહે મોરબી હળવદ રોડ મહેન્દ્રનગર આઈટીઆઈ સામે વાળાના નામો ખુલતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.