દ્વારકા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
02:26 PM Nov 17, 2025 IST | admin
Advertisement
દ્વારકા વિસ્તારમાં રવિવારે ડીવાયએસપી સાગર રાઠોડની સુચના મુજબ સ્થાનિક પી.આઈ. આકાશ બારસીયાના માર્ગદર્શન હેઠળ દ્વારા સર્વેલન્સ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ભુપતસિંહ વાઢેર, હરપાલસિંહ જાડેજા વિગેરેને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકા નજીક આવેલી ખોડીયાર ચેકપોસ્ટ પાસે ચેકિંગ દરમિયાન આ સ્થળેથી નીકળેલી એક સ્વિફ્ટ મોટરકારમાંથી વિદેશી દારૂૂની 84 બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂૂ. 1,12,800 ની કિંમતના પરપ્રાંતીય શરાબ અને રૂૂપિયા પાંચ લાખની કિંમતની સ્વિફ્ટ મોટરકાર મળી, કુલ રૂૂ. 612,800 ના મુદ્દામાલ સાથે દ્વારકા તાલુકાના રાંગાસર ગામના ડુંગરભા ગગુભા માણેક નામના 37 વર્ષના શખ્સની અટકાયત કરી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
Advertisement
Advertisement