કાલાવડના ખંઢેરા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે એક મકાનમાં દારૂૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોય તેવી બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂનો માતબર જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે મુદામાલ કબ્જે કરી મકાન માલિક શખ્સની અટકાયત કરી છે. જ્યારે દારૂૂનો જથ્થો સપ્લાય કરનાર શખ્સને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે રહેતાં ચંદુભા ગોવુભા જાડેજા નામના શખ્સે પોતાના મકાનમાં દારૂૂનો જથ્થો ઉતાર્યો હોય અને જેનું ખાનગીમાં વેચાણ કરતા હોય તેવી બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. આથી પોલીસે સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જયાં રહેણાંક મકાનની તલાશી લેતાં ત્યાંથી રૂૂપિયા 1,0ર,000ની કિંમતની ઈંગ્લીશ દારૂૂની ર04 બોટલ મળી આવી હતી. આથી પોલીસે દારૂૂનો જથ્થો કબ્જે કરી મકાનમાલિક ચંદુભા ગોવુભા જાડેજાની અટકાયત કરી હતી. તેમની પૂછપરછમાં આ જથ્થો ખંઢેરા ગામે રહેતાં પરાક્રમસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સે સપ્લાય કર્યાનું જણાવતા પોલીસે આરોપી પરાક્રમસિંહ જાડેજાને ફરારી જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.