રાણપુરમાં તુફાન ગાડીમાંથી ઈંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
12:02 PM Aug 25, 2025 IST | Bhumika
બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલ, PSI એચ.એ.વસાવા, પોલીસ સ્ટાફના મહાવીરસિંહ ચુડાસમા, ઝાલાભાઇ ગમારા, લગધીરસિંહ ચુડાસમા, નિલેશભાઈ પરમાર, કાનજીભાઈ ધરજીયા સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે રાણપુર શહેરમાં ધંધુકા રોડ ઉપર મિલેટ્રી ચેકપોસ્ટ પાસેથી જીજે 10.એસી.4504 નંબરની તુફાન ફોરવ્હીલર ગાડી ઉભી રખાવી તપાસ કરતા ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની 227 બોટલ રૂા.38,590, બીયરના ટીન 163 રૂા.18,745 મોબાઈલ ફોન 1 રૂા.5000 તુફાન ગાડી રૂા.2,50,000 મળી કુલ રૂપિયા 3,12,335ના મુદ્દામાલ સાથે પ્રકાશભાઈ રતિયાભાઈ ભુરીયા(માલવેલી ગામ ભુળીયા ફળીયુ, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ)નામના ઇસમને ઝડપી લઇ તેના વિરૂદ્ધ ગુનો નોંધી રાણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement