રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ કરી ભાગેલો કેદી ધોરાજીથી ઝડપાયો
રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ, નાયબ પોલીસ અધીક્ષક રોહિતસિંહ ડોડીયાએ પેરોલ, ફર્લો,વચગાળાના જામીન ઉપર છુટેલ, તથા જેલમાથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જેથી ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.ગોધમના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઇન્સ. પી.કે.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો ધોરાજી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સંયુક્તરાહે ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ છે કે જુનાગઢ સીટી એ ડીવીઝન પો.સ્ટે. ફસ્ટ 46/2015 આઇ.પી.સી. કલમ 302,34 મુજબના ગુનામાં પકડાયેલ અને આજીવન કેદની સજાનો કેદી હાલમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ અકીલ ઉર્ફે ગભરૂૂ સલીમભાઇ ઉર્ફે હનીફભાઇ સુમરા, રહે.દરબાર ગઢ, લાખાપીર દરગાહ સામે, રસુલપરા, ધોરાજી વચગાળાના ફર્લો ઉપર છુટી ફરાર થઇ ગયેલ હતો અને તે કેદી ધોરાજી વોકળાકાઠાથી ચકલા ચોક બાજુ આવનાર છે જેથી ધોરાજી વોકળાકાઠા રોક્સી આઇસક્રીમની બાજુમાં ત્રણ રસ્તા નજીક આવેલ નવદુર્ગા ગરબી ચોક પાસે વોચમાં રહી ઉપરોક્ત કેદીને પકડી પાડી ધોરાજી સીટી પો.સ્ટે. લાવી કાયદેસરની કાર્યવાહી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.