For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

13 વર્ષની બાળાનો ફોટો મોર્ફ કરી શરીર સંબંધ બાંધતી હોય તેવો ફોટો વાયરલ કર્યો

04:11 PM Apr 14, 2025 IST | Bhumika
13 વર્ષની બાળાનો ફોટો મોર્ફ કરી શરીર સંબંધ બાંધતી હોય તેવો ફોટો વાયરલ કર્યો

સોશિયલ મીડિયા પર પ્રોફાઇલમાં ફોટા મૂકતી મહિલાઓ અને યુવતીઓને ચેતવણી રૂપ કિસ્સો: સગાઇ માટે છોકરીને જોવા આવ્યો પણ સગપણની ના પાડતા કૃત્ય આચર્યાની શંકા

Advertisement

સોશિયલ મીડિયા પર પોતાના પ્રોફાઈલ પર ફોટો મુક્તી યુવતીઓ અને મહિલાઓને સાવચેત રહેવા જેવો કિસ્સો સામે આવ્યો છે.આ ઘટનામાં રાજકોટની 13 વર્ષની બાળાનો ફોટો એડિટ કરી શરીર સબંધ બાંધતી હોવાનું દેખાડી તે ફોટો વિકૃત શખ્સે સ્ટેટ્સમાં પણ મૂકી દીધો હતો.રાજસ્થાની શખ્સને સગાઈ બાબતે જવાબ ન આપતાં આવુ કૃત્ય કરી અને હજું ધો.8 માં અભ્યાસ કરતી દિકરીને બદનામ કરી નાખી હતી.સાયબર ક્રાઈમે આરોપી સામે ગુનો નોંધ્યો પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.આ બનાવ અંગે રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે રહેતાં અને ફર્નિચરનું કામ કરતાં 34 વર્ષીય યુવાને નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અનીલ ચાંદમલ કુમાવત નામના શખ્સનું નામ આપતાં સાયબર ક્રાઈમ પોલીસે બીએનએસ એક્ટ 352, 356 (2) તેમજ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ફર્નીચાર નુ છુટક કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગઈ તા-13-02 ના ઈન્સ્ટાગ્રામ યુજર આઈડી ધારકkapilku-mawat12744 વાળાએ ફરિયાદીના સાઢુ ભાઈના દીકરાના નામની ખોટી આઈડી બનાવી કનૈયાલાલના ઈન્સ્ટાગ્રામ આઈડી સશિતવક્ષફ સીળફૂફિ8ં792 આઈડીમાં મેસેજ કરેલ હતો.

Advertisement

બાદ તા.16/02 ના kapilku mawat12744 ધારકે આઈડીના સ્ટેટસમાં ફરિયાદીની દીકરીનો ફોટો મુકેલ હતો અને બાદ કનૈયાલાલ સાથે મેસેજમાં ગાળા ગાળી કરેલ હતી. બાદ તા.17/02/2025 ના કપીલ કુમાવત આઈડી ધારકે બે વ્યક્તિ શારીરિક સંબંધ બાંધતા હોય તેવા ફોટોમાં ફરિયાદીની દીકરીનુ મોઢુ રાખી ફોટો એડીટ કરી તે ફોટો સ્ટેટસમાં મુકેલ હતો.જેથી કનૈયાલાલે તેમને મેસેજ કરતા સામેના આઈડી ધારકે બે વ્યક્તિ સંભોગ કરતા અન્ય એક ફોટોમાં ફરિયાદીની દીકરીનુ મોઢુ લગાડી ફેક ફોટો મોકલેલ અને ગાળા ગાળી કરેલ હતી.જેથી તેઓએ સાયબર હેલ્પલાઇન 1930 માં ફોન કરી અરજી લખાવેલ હતી.

જે બાદ સાયબર ક્રાઈમ રાજકોટમાં ફરીયાદ દાખલ કરી હતી. જે બાદ સાયબર ક્રાઈમ પીઆઈ એમ.એ.ઝણકાંત અને ટીમે તપાસ હાથ ધરતાં kapilku mawat12744 વાળુ આઈડીના આઈપીથી ફેબરુઆરી 2025 માં ઓપરેટ થયેલ છે, જે મોબાઈલ નંબર અનિલ ચાંદમલ કુમાવત વાપરે છે તેવું સામે આવ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી સાયબર ક્રાઈમની ટીમે આરોપીને પકડવા તજવીજ આદરી છે.ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી અને તેઓ એક રાજ્યના છે.આરોપી પોતાના માટે ફરિયાદીની પુત્રી સાથે સગાઈ કરવાં માટે આવ્યો હતો.જે બાબતે ફરિયાદીની દિકરી હજું 13 વર્ષની હોય અને અભ્યાસ કરતી હોય જેથી જવાબ ન આપતા આ કૃત્ય કર્યાની શંકા સેવાઇ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement