મોરબીમાં આરટીઓની ફેક આઈડી બનાવી ખાતામાંથી 24.34 લાખની ઠગાઈ કરનાર ઝડપાયા
મોરબીમાં વોટ્સએપમાં આરટીઓ ચલણ નામની ફેક એપ્લીકેશન મોકલી બેંક એકાઉન્ટ હેક કરી ખાતામાંથી રૂૂ 24.34 લાખ ટ્રાન્સફર કરી છેતરપીડી આચરવાના ગુનામાં સાયબર ક્રાઈમ ટીમે બે ઇસમોને રાજસ્થાનના જયપુરથી ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.
ગત તા. 13-06-2025 ના રોજ ફરિયાદી કાજલબેન સવજીભાઈ ગામીના મોબાઈલ નંબર પર વોટ્સએપ પર RTOCHALLAN.apk નામની એપ્લીકેશન મોકલી મોબાઈલ હેક કરી ઓટીપી મેળવી ફરિયાદીના બેંક એકાઉન્ટને હેક કરી બેંક ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેકશન કરી કુલ રૂૂ 24,34,709 ટ્રાન્સફર કરી લઇ છેતરપીંડી આચરવામાં આવી હતી જે સાયબર ફ્રોડ અંગે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં તા. 21-06-25 ના રોજ ફરિયાદ નોંધાઈ હતી.
જે ગુના અંગે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ટીમ તપાસ ચલાવી રહી હતી જેમાં ટેકનીકલ એનાલીસીસ કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ રાજસ્થાનના જયપુર ખાતે હોવાની બાતમી મળતા ટીમને જયપુર રવાના કરી હતી અને આરોપી અજયસિંઘ પ્રેમસિંઘ ચૌહાણ (ઉ.વ.24) અને તેજસિંઘ રઘુવીરસિંઘ ગૌડ (ઉ.વ.24) રહે બંને જયપુર વાળાને રાજસ્થાનના જયપુરથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છેદ્ર