રાણપુરના સુંદરિયાણા ગામેથી ઈંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
12:16 PM May 05, 2025 IST | Bhumika
દારૂની 188 બોટલ, બિયરના 595 ટીન સહિત 4.93 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો
Advertisement
બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ.ની સુચના હેઠળ પી.એસ. આઇ.એચ.એ. વસાવા તેમજ પોલીસ સ્ટાફ ના મહાવીરસિંહ ચુડાસમા વિજયસિંહ ચુડાસમા, ઝાલાભાઇ ગમારા ગભરૂૂભાઈ સરૈયા સહિતના પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન બાતમી ના આધારે રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામ પાસે થી એક્ષ્સેન્ટ ફોરવ્હીલર કારમાંથી અલગ-અલગ બાન્ડની ભારતીય બનાવટની વિદેશી ઇંગ્લિશ દારૂૂની 188 બોટલ જેની કીંમત 37,816 રૂૂપિયા,બિયર ના ટીન 595 જેની કીંમત 1,30,900,મોબાઈલ ફોન-1 જેની કીંમત 5000 રૂૂપિયા,એક્ષ્સેન્ટ કાર જેની કીંમત 3,20,000 રૂૂપિયા મળી કુલ 4,93,716 રૂૂપિયાના મુદ્દામાલ સાથે ચેતનભાઈ ઉર્ફ.ચેતો હસમુખભાઈ પરમાર રહે.બોટાદ વાળા ને ઝડપી લઈ આગળની વધુ તપાસ રાણપુર પોલીસ સ્ટેશનના ઙજઈં એચ.એ.વસાવા ચલાવી રહ્યા છે.
Advertisement
Advertisement