છરી સાથે સોશિયલ મીડિયામાં ફોટો મૂકનાર સૂત્રાપાડા પંથકના શખ્સ સામે ગુનોે
11:37 AM Aug 08, 2024 IST | Bhumika
Advertisement
જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા નાઓ તરફથી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા કરેલ સુચના મુજબ,
ગીર સોમનાથ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ગઢવીના માર્ગદર્શન અનુસાર તા07/08/2024ના એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. દેવદાનભાઇ કુભરવાડીયા તથા પો.કોન્સ. મહાવિરસિહ જાડેજા તથા રણજીતસિહ ચાવડા એ રીતેના પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ સુત્રાપાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન ધામળેજ ગામે દરીયા કિનારે સ્મશાન પાસેથી કિશન ઉર્ફે રાજ રામશીભાઇ સેવરા, ઉવ.19 ધંધો.મજુરી રહે.ધામળેજ ગામ વાછરાદાદાના મંદીરની બાજુમાં તા.સુત્રાપાડા વાળાને લોખંડના હાથામાં ફીટ કરેલ સ્ટીલની છરી-1 કી.રૂ.50/- સાથે પકડીપાડી આરોપી વિરૂધ્ધ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં જી.પી.એ. 135 મુજબ ગુન્હો રજી. કરાવેલ.
Advertisement
Advertisement