વ્યાજખોરની યુવાનને ધમકી : દસ દિવસમાં વ્યાજના પૈસા ચૂકવી દેજે નહીંતર તને હાથ-પગ વગરનો કરી નાખીશ
રાજકોટ શહેરમા વ્યાજખોરીના બનાવો વધતા જાય છે. પોલીસ કમિશ્નર દ્વારા અલગ અલગ ઝોનમા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા લોક દરબાર પણ અગાઉ યોજવામા આવ્યા હતા. આમ છતા વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, ધમકીના બનાવો સતત વધતા જતા હોવાની ઘણી ફરીયાદો પોલીસમા નોંધાઇ રહી છે.
ત્યારે રાજકોટ શહેરમા જામનગર રોડ, પરસાણાનગરમા રહેતા જગદીશભાઇ રાજેશભાઇ તનીયા (ઉ.વ. ર8) નામના રેસ્ટોરન્ટના માલીકને શાહરૂખ વીકીયાણી, સમીર મુનાફ જુણેજા અને અલ્ફાજ નામના વ્યાજખોરો સામે ફરીયાદ નોંધાવી છે. જગદીશભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ બજરંગવાડી સર્કલ પાસે ગુરૂનાનક ચાઇનીઝ - પંજાબી નામે રેસ્ટોરન્ટ ચલાવે છે. તેઓને ધંધાકીય ઉપયોગ માટે નાણાની જરૂરીયાત ઉભી થતા મિત્ર શાહરૂખને વાત કરી અને એક લાખ માંગ્યા હતા ત્યારે શાહરૂખે તેના ઘર પાસે બોલાવી 2022ની સાલમા જુલાઇ મહીનામા 90 હજાર રૂપિયા આપ્યા હતા.
પરંતુ 3 મહીનાથી ધંધામા મંદી આવી જતા તેમને વ્યાજની રકમ ચુકવી ન હતી જેથી શાહરૂખ, સમીર જુણેજા અને અલ્ફાજ એમ ત્રણેય વ્યાજખોરો વ્યાજની રકમ અને મુળીની રકમની પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતા. આ વ્યાજ અને મુળીની રકમ 1.પ0 લાખ રૂપીયા જેટલી થઇ ગઇ હતી જેનુ 10 ટકા લેખે 1પ હજાર આપવા પડશે. આમ શાહરૂખ પાસેથી લીધેલા રૂપીયા 1 લાખની સામે ર.4પ લાખ ચુકવી દીધા હતા છતા પણ આરોપીઓ અવાર નવાર વધુ બે લાખ રૂપીયાની ઉઘરાણી કરતા હતા.
ગઇ તા. 7 ના રાત્રીના આઠેક વાગ્યે જગદીશભાઇ તેમના મિત્ર સુરજ સાથે જતા હતા ત્યારે સાંઢીયા પુલ પાસે પેટ્રોલ પંપ નજીક શાહરૂખ અને સમીર બંનેને જગદીશભાઇ જોઇ જતા તેઓ ત્યા ઉભા રહયા હતા. આ સમયે શાહરૂખે જગદીશને કહયુ કે તુ પૈસા આપી દેજે નહીતર તને હાથ - પગ વગરનો કરી નાખીશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ તેમણે જતા જતા તા. ર0 જાન્યુઆરી સુધીમા પૈસા આપી દેજે નહીતર આનુ પરીણામ જુદુ જ આવશે. તેમ કહી શાહરૂખ જગદીશને તેમના ઘરે મુકી નાસી ગયો હતો. આ મામલે પ્રનગર પોલીસ મથકના સ્ટાફે ફરીયાદ નોંધી ત્રણેય વ્યાજખોરોને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.